Get The App

‘દેશમાં છેલ્લા 6 વર્ષમાં સાંપ્રદાયિક હિંસામાં 94%નો ઉછાળો, ભાજપના રાજ્યોમાં ગુનાખોરી વધી’ AAP સાંસદ સંજય સિંહ

Updated: Mar 21st, 2025


Google News
Google News
‘દેશમાં છેલ્લા 6 વર્ષમાં સાંપ્રદાયિક હિંસામાં 94%નો ઉછાળો, ભાજપના રાજ્યોમાં ગુનાખોરી વધી’ AAP સાંસદ સંજય સિંહ 1 - image


Sanjay Singh Claims Blames BJP Ruled States : આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે રાજ્યસભામાં દાવો કર્યો છે કે, ‘અન્ય રાજ્યોની તુલનાએ ડબલ એન્જીન સરકારોવાળા રાજ્યમાં ગુનાખોરીની ઘટનાઓ ખૂબ વધી ગઈ છે, તેથી કેન્દ્રીય મંત્રાલયની બમણી જવાબદારી બને છે. ’

ભાજપ શાસિત રાજ્યોમાં ગુનાખોરી વધી : સંજય સિંહ

સંજય સિંહે કહ્યું કે, ‘દેશના મોટાભાગના રાજ્યોમાં ‘ડબલ એન્જીન’ની સરકારો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં પણ જાય છે, ત્યાં લોકોને કહે છે કે, ‘ડબલ એન્જીન’ની સરકાર બનાવો, તેથી કેન્દ્રીય ગૃહમંત્રાલયની પર દેશની સુરક્ષા કરવાની જવાબદારી બમણી છે.’ તેમણે નેશનલ ક્રાઈમ બ્યુરોના ડેટાને ટાંકીને કહ્યું કે, ડબલ એન્જીન સરકારોવાળા રાજ્યોમાં થતી ગુનાખોરીની સંખ્યાની તુલના તે રાજ્યો સાથે કરો, જ્યાં તેમની સરકારો નથી. આ તુલનાથી ખબર પડી જશે કે, સૌથી વધુ ગુનાઓ કયા રાજ્યોમાં થાય છે.’

આ પણ વાંચો : દિલ્હીના મુખ્ય ન્યાયાધીશ આજે જસ્ટિસ યશવંત વર્મા અંગે રિપોર્ટ આપશે, જાણો શું કહ્યું સુપ્રીમ કોર્ટે

AAP સાંસદે પંજાબની હરિયાણા સાથે તુલના કરી

તેમણે કહ્યું કે, ‘પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. પંજાબની વસ્તી ઓછી છે, છતાં અહીં કરતાં સૌથી વધુ અપરાધો હરિયાણામાં થાય છે. દિલ્હીની સુરક્ષાની જવાબદારી ગૃહ મંત્રાલયની છે અને દિલ્હી અપરાધીઓનું ગઢ બની ગયું છે. દિલ્હીમાં રાષ્ટ્રપતિ, ઉપરાધ્ય્પતિ અને તમામ સાંસદો રહે છે, જોકે કેન્દ્ર સરકાર તેમની સુરક્ષા સંભાળી શકતી નથી. જો આપણે સાંપ્રદાયિક હિંસાની વાત કરીએ તો દેશમાં 2019થી 2024 વચ્ચે આવી ઘટનાઓમાં 94 ટકાનો વધારો થયો છે.’

આ પણ વાંચો : જયપુર-દિલ્હી હાઈવે પર ખર્ચ કરતા 3000 કરોડ વધુ ટોલ વસૂલાયો, સાંસદે જ ખોલી સરકારની પોલ

Tags :