સોશિયલ મીડિયાના ઘાતક પરિણામ : 9 વર્ષનું બાળક હેવાન બન્યો, 3 વર્ષની બાળકીનું કર્યું યૌન શોષણ
Deadly Consequences of Social Media : સોશિયલ મીડિયોનો વ્યાપ સતત વધી રહ્યો છે. જ્યા સુધી તેનો ઉપયોગ સારા કામ માટે થાય ત્યાં સુધી તો બરોબર છે, પરંતુ હવે તેનો દુરુપયોગ પણ વધી રહ્યો છે. આવો જ એક ચોકાવનારો કિસ્સો પુણેમાંથી સામે આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે માત્ર 9 વર્ષના બાળકે એક માસૂમ બાળકીનું કથિત રીતે યૌન શોષણ કર્યું હતું. જો કે પોલીસ હાલમાં આ મામલે તપાસ કરી રહી છે. આ સાથે જ POCSO એક્ટ હેઠળ યૌન હિંસાનો કેસ નોંધવામાં આવ્યો છે. પીડિત બાળકીની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી પ્રમાણે રવિવારે કોંધવામાં એક 9 વર્ષના બાળકને 3 વર્ષની બાળકી સાથે યૌન હિંસાના આરોપમાં અટકાયત કરવામાં આવ્યો છે. એ પછી બાળકને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને જામીન આપવામાં આવ્યા હતા અને તેના માતાપિતાને સોંપવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બાળકે સોશિયલ મીડિયાની અસરથી આવું પગલું ભર્યું હતું.
આ પણ વાંચો : તાજ હોટેલનું કરી ગયો 'ગઠિયો', 4 દિવસ રોકાયો, મોજ માણી અને 2 લાખનું બિલ ચૂકવ્યા વગર ફરાર
પોલીસે જણાવ્યું છે કે, આ બાળકોનો પરિવાર પડોશમાં રહેતો હોવાથી એકબીજાને ઓળખે છે. આરોપી બાળક ધોરણ 3 ધોરણમાં અભ્યાસ કરે છે, અને બાળકી તેને દાદા કહીને બોલાવતી હતી. આ ઘટના બાળકીના ઘરે બની હતી. આ વાત ત્યારે સામે આવી જ્યારે પીડિતાએ તેની માતાને ઘટનાની જાણ કરી. ત્યાર બાદ માતાએ પોલીસને જાણ કરી હતી.