Get The App

દર મહિને ૮૫૦૦ રુપિયા ખટા ખટ,ખટા ખટ, રાહુલ ગાંધીનો વીડિયો વાયરલ

ખટા ખટ, ખટા ખટ બોલવુંએ વિશિષ્ટ અંદાજ લાગી રહયો છે

લોકસભા ચુંટણીમાં રાજકિય પક્ષો દ્વારા વચનોની લહાણી

Updated: Apr 20th, 2024

GS TEAM


Google News
Google News
દર મહિને ૮૫૦૦ રુપિયા ખટા ખટ,ખટા ખટ, રાહુલ ગાંધીનો વીડિયો વાયરલ 1 - image


નવી દિલ્હી, ૨૦ એપ્રિલ,૨૦૨૪,શનિવાર 

૧૦ વર્ષ સુધી સત્તાથી દૂર રહયા પછી કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન લોકસભા ચુંટણીમાં સારા પ્રદર્શન માટે એડી ચોટીનું જોર લગાવી રહયું છે. બિહારના ભાગલપુરમાં એક ચુંટણી સભાને સંબોધન કરતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસની સરકાર આવશે તો ગરીબોના ભલા માટે અનેક યોજનાઓનો અમલ કરશે એવો દાવો કર્યો હતો.

વચનોની લ્હાણીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ જોવા મળે છે. આ વીડિયોમાં રાહુલ ગાંધીએ કહેતા જણાય છે કે જો અમારી સરકાર આવશે ત્યારે અમે દેશના ગરીબોનું એક લિસ્ટ તૈયાર કરીશું. દરેક પરિવારમાંથી મહિલાની પસંદગી કરીને તેના બેંક એકાઉન્ટમાં કોંગ્રેસ પાર્ટી દર વર્ષે ૧ લાખ રુપિયા નાખશે, એટલે કે દર મહિને ૮૫૦૦ રુપિયા આપશે.

ચુંટણીમાં વચનોની ભરમાર દરેક રાજકિય પક્ષો અને નેતાઓના ભાષણમાં જોવા મળતી હોય છે પરંતુ રાહુલ ગાંધીનો ખટા ખટ, ખટા ખટ દર મહિને ૮૫૦૦ રુપિયા બોલાવાનો અંદાજ વિશિષ્ટ પ્રકારનો હોવાથી વીડિયો વાયરલ થયો છે. મહિલાના એકાઉન્ટના નાણાનો ઉપયોગ પરિવારના ભલા માટે કરી શકશે. દરેક શિક્ષિત યુવાને ૧ લાખ રુપિયાની એપ્રેન્ટિસ અને ૩૦ લાખ સરકારી નોકરીની ભરતી માટે કેલેન્ડર બહાર પાડવાના ચુંટણી વચન આપવામાં આવી રહયા છે. 

Tags :