30 વર્ષ બાદ મૌન વ્રત તોડશે 85 વર્ષની 'મૌની માતા', સપનું સાકાર થતા અયોધ્યા જવા રવાના થઈ

Updated: Jan 9th, 2024


Google NewsGoogle News
30 વર્ષ બાદ મૌન વ્રત તોડશે 85 વર્ષની 'મૌની માતા', સપનું સાકાર થતા અયોધ્યા જવા રવાના થઈ 1 - image


Image Source: Twitter

રાંચી, તા. 09 જાન્યુઆરી 2024 મંગળવાર

અયોધ્યામાં રામ મંદિર બનાવવુ કોઈ એક માણસનું નહીં પરંતુ ઘણા હજારો-લાખો લોકોનું સપનું છે. હવે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની સાથે જ લોકોનું આ સપનું પુરુ થઈ જશે. ઝારખંડના 85 વર્ષના એક વૃદ્ધ મહિલા પણ ત્રણ દાયકા બાદ પોતાનું મૌન વ્રત તોડવાના છે. 1992માં બાબરી મસ્જિદ ધ્વસ્ત થયાના દિવસે જ તેમણે પોતાની માનતા શરૂ કરી દીધી હતી અને સંકલ્પ લીધો હતો કે રામ મંદિરનું ઉદ્ધાટન થવા બાદ જ તેઓ પોતાનું મૌન વ્રત તોડશે.

મૌની માતાના નામથી લોકપ્રિય

ઝારખંડના ધનબાદના રહેવાસી સરસ્વતી દેવી રામ મંદિરના ઉદ્ઘાટનના સાક્ષી બનવા માટે સોમવારે રાત્રે અયોધ્યા માટે રવાના થયા. દેવી અયોધ્યામાં મૌની માતાના નામથી લોકપ્રિય છે. તેઓ સાંકેતિક ભાષાના માધ્યમથી કે લખીને પરિવારના સભ્યો સાથે વાતચીત કરતા હતા.

સરસ્વતી દેવીના સૌથી નાના પુત્ર 55 વર્ષના હરે રામ અગ્રવાલે જણાવ્યુ, જે દિવસે 6 ડિસેમ્બર 1992એ બાબરી મસ્જિદ ધ્વસ્ત થઈ હતી. મારી માતાએ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થવા સુધી મૌન રાખવાનો સંકલ્પ લીધો હતો. જ્યારથી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખની જાહેરાત કરવામાં આવી છે, ત્યારથી તેઓ ખુશ છે. 

સંપૂર્ણ જીવન ભગવાન રામને સમર્પિત કર્યું

બાઘમારાના ભોવરાના નિવાસી હરે રામે કહ્યુ, મહંત નૃત્ય ગોપાલ દાસના શિષ્યોએ માતાને રામ મંદિર ઉદ્ધાટન કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યુ છે. તેઓ ધનબાદ રેલવે સ્ટેશનથી ગંગા-સતલજ એક્સપ્રેસમાં સવાર થઈને સોમવારે રાતે અયોધ્યા માટે રવાના થયા છે. 22 જાન્યુઆરીએ પોતાનું મૌન વ્રત તોડશે.

પરિવારના સભ્યોએ જણાવ્યુ કે ચાર પુત્રીઓ સહિત આઠ બાળકોની માતા દેવીએ 1986માં પોતાના પતિ દેવકીનંદન અગ્રવાલના મૃત્યુ બાદ પોતાનું જીવન ભગવાન રામને સમર્પિત કરી દીધુ અને પોતાનો મોટાભાગનો સમય તીર્થયાત્રાઓમાં પસાર કર્યું. તેઓ વર્તમાનમાં ધનબાદના ધૈયામાં પોતાના બીજા સૌથી મોટા પુત્ર નંદલાલ અગ્રવાલની સાથે રહે છે.

એક કલાક વાત કરતા પછી...

નંદલાલની પત્ની 53 વર્ષીય ઈન્નૂ અગ્રવાલે કહ્યુ, મારા લગ્નના અમુક મહિના બાદ જ મારા સાસુએ ભગવાન રામની ભક્તિમાં મૌન વ્રતનો સંકલ્પ લઈ લીધો હતો. અમે મોટાભાગે તેમની સાથે સાંકેતિક ભાષામાં વાત કરતી હતા પરંતુ કંઈ સમજાય નહીં તો તેઓ લખીને જણાવતા હતા. બાબરી મસ્જિદના વિધ્વંસ બાદ મારી સાસુએ અયોધ્યાનો પ્રવાસ કર્યો અને રામ મંદિરના નિર્માણ સુધી મૌન વ્રતનો સંકલ્પ લીધો. તેઓ દિવસમાં 23 કલાક મૌન રહેતા હતા, માત્ર બપોરે એક કલાક વાત કરતા હતા. 

તેમણે કહ્યુ, વર્ષ 2020 સુધી દરરોજ બપોરે એક કલાક વાત કરતા હતા પરંતુ જે દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરના પાયો નાખ્યો હતો, તે દિવસથી તેઓ સંપૂર્ણ મૌન થઈ ગયા. તેમણે આગળ જણાવ્યુ કે તેમના સાસુ દરરોજ સવારે લગભગ ચાર વાગે ઉઠે છે અને સવારે લગભગ છથી સાત કલાક સુધી સાધના કરે છે. સંધ્યા આરતી બાદ સાંજે તેઓ રામાયણ અને ભગવદ ગીતા જેવી ધાર્મિક પુસ્તકોનો અભ્યાસ કરે છે. તેઓ દિવસે માત્ર એક વખત ભોજન કરે છે. સવાર સાંજ એક ગ્લાસ દૂધનું સેવન કરે છે. તેઓ ચોખા, દાળ અને રોટલીથી યુક્ત શાકાહારી ભોજન જમે છે.

સાત મહિના સુધીની તપસ્યા

ઈન્નૂએ દાવો કર્યો કે 2001માં દેવીએ મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં સાત મહિના સુધી તપસ્યા કરી હતી જ્યાં માન્યતા છે કે ભગવાન રામે પોતાના વનવાસનો એક મોટો ભાગ પસાર કર્યો હતો. આ સિવાય તેઓ સમગ્ર દેશમાં તીર્થયાત્રાઓ પર પણ ગયા છે.


Google NewsGoogle News