Get The App

IIT Campus Placement: IIT બોમ્બેના 85 વિદ્યાર્થીઓને મળ્યુ 1 કરોડનું પેકેજ, 63ને મળી આંતરરાષ્ટ્રીય ઓફર

Updated: Jan 5th, 2024


Google NewsGoogle News
IIT Campus Placement: IIT બોમ્બેના 85 વિદ્યાર્થીઓને મળ્યુ 1 કરોડનું પેકેજ, 63ને મળી આંતરરાષ્ટ્રીય ઓફર 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા.05 જાન્યુઆરી 2024 શુક્રવાર

IIT બોમ્બેના 85 વિદ્યાર્થીએ કેમ્પસ પ્લેસમેન્ટમાં એક કરોડ રૂપિયાનું પેકેજ મેળવ્યુ છે જ્યારે 63ને આંતરરાષ્ટ્રીય ઓફર મળી છે. સંસ્થાએ કહ્યુ કે આ સીઝનમાં કેમ્પસની મુલાકાત લેનારા કેટલાક ઉચ્ચ નોકરીદાતાઓમાં એક્સેંચર, એરબસ, એર ઈન્ડિયા, એપલ, આર્થર ડી. લિટલ, બજાજ, બાર્કલેજ, કોહેસિટી, દા વિંચી, ડીએચએલ, ફુલર્ટન, ફ્યૂચર ફર્સ્ટ, જીઈ-આઈટીસી, ગ્લોબલ એનર્જી એન્ડ એનવાયર્ન અને ગૂગલ સામેલ છે. આ સિવાય એન્જિનિયરીંગ અને ટેકનોલોજી, આઈટી/સોફ્ટવેર, નાણા/બેંકિંગ, મેનેજમેન્ટ કન્સલ્ટિંગ, ડેટા સાયન્સ અને એનાલિટિક્સ, રિસર્ચ અને ડેવલપમેન્ટ અને ડિઝાઇનના ક્ષેત્રોમાં સૌથી વધુ ઓફર કરવામાં આવી છે.

અન્ય કંપનીઓમાં હોન્ડા આરએન્ડડી, આઈસીઆઈસીઆઈ-લોમ્બાર્ડ, આઈડિયાફોર્જ, આઈએમસી ટ્રેડિંગ, ઈન્ટેલ, જગુઆર લેન્ડ રોવર, જેપી મોર્ગન ચેસ, જેએસડબ્લ્યૂ, કોટક સિક્યોરિટીસ, માર્શ મેક્લેનન, મહિન્દ્રા ગ્રૂપ, માઈક્રોન, માઈક્રોસોફ્ટ, મોર્ગન સ્ટેનલી, મર્સિડીસ-બેન્જ, L&T, એનકે સિક્યોરિટીસ, ઓએલએ, P&G, ક્વાલકોમ, રિલાયન્સ ગ્રૂપ, સેમસંગ, શલમ્બરગર, સ્ટ્રેન્ડ લાઈફ સાયન્સ, ટાટા ગ્રૂપ, ટેક્સાસ ઈન્સ્ટ્રૂમેન્ટ્સ, ટીએસએમસી, ટીવીએસ ગ્રૂપ અને વેલ્સ ફાર્ગો પણ સામેલ છે.

63 વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય ઓફર મળી

સંસ્થાએ કહ્યુ કે વિદ્યાર્થીઓને જાપાન, તાઈવાન, દક્ષિણ કોરિયા, નેધરલેન્ડ, સિંગાપુર અને હોંગકોંગની કંપનીઓમાંથી 63 આંતરરાષ્ટ્રીય ઓફર મળી છે. આઈઆઈટી બોમ્બેમાં પ્લેસમેન્ટ સીઝન 2023-24નો પહેલો તબક્કો પૂર્ણ થઈ ગયો. જેમાં 388 ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ ભાગ લીધો. જાહેર ક્ષેત્રના એકમો (પીએસયૂ) પણ સામેલ હતા.

આઈઆઈટી બોમ્બે કંપનીઓને એ રણનીતિ હેઠળ કેમ્પસ પ્લેસમેન્ટ માટે બોલાવે છે જેથી કંપનીઓ વિદ્યાર્થીઓ પર તણાવ ઘટાડવા સાથે ક્રોસ ઓફર પણ ઓછી આપવામાં આવે. કેમ્પસ પ્લેસમેન્ટમાં કંપનીઓએ વ્યક્તિગત રીતે કે વર્ચ્યુઅલ મીટિંગ પ્લેટફોર્મના માધ્યમથી ઉમેદવારોની સાથે વાતચીત કરી છે. તમામ વિદ્યાર્થીઓ કાર્યક્રમ સ્થળથી જ ઈન્ટરવ્યૂ માટે હાજર થયા. 

1,188 વિદ્યાર્થીઓને મળી નોકરી

આઈઆઈટીબીએ કહ્યુ કે 20 ડિસેમ્બર 2023 સુધી 1,340 ઓફર કરવામાં આવી હતી કે જેના પરિણામસ્વરૂપ 1,188 વિદ્યાર્થીઓને નોકરી મળી. જેમાં પીએસયૂમાં નોકરી મેળવનાર સાત વિદ્યાર્થીઓની સાથે-સાથે ઈન્ટર્નશિપના માધ્યમથી 297 પીપીઓ (Preferred Provider Organization) પણ સામેલ છે. જેમાંથી 258 વિદ્યાર્થીઓને ઈન્ટર્નશિપ બાદ કંપનીઓએ નોકરી પર રાખી લીધા.


Google NewsGoogle News