Get The App

હવે એક સાથે 85 વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એરલાઈન્સ ટેન્શનમાં મુકાઈ

Updated: Oct 24th, 2024


Google NewsGoogle News
હવે એક સાથે 85 વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એરલાઈન્સ ટેન્શનમાં મુકાઈ 1 - image


Bomb Threats to Planes : વિમાનોને બોમ્બથી ઉડાવવાની ધમકીઓ અટકવાનું નામ નથી લઈ રહી. હવે 85 વિમાનોને ઉડાવવાની ધમકી મળી છે. તેમાં એર ઈન્ડિયાના 20 વિમાન સામેલ છે. જે વિમાનોને ધમકી મળી છે, તેમાં 20 ઈન્ડિગો, 20 વિસ્તાર અને 25 અકાસા એરની ફ્લાઈટ્સ સામેલ છે.

ન્યૂઝ એજન્સીના અનુસાર, આ પહેલા દિલ્હી પોલીસે છેલ્લા આઠ દિવસમાં 90થી વધુ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના મામલે આઠ અલગ-અલગ ફરિયાદ દાખલ કરાઈ છે. જે ફ્લાઈટ્સને ધમકી મળી છે, તેમાં અકાસા, એર ઈન્ડિયા, ઈન્ડિગો અને વિસ્તારાની સેવાઓ સામેલ છે. આ ફ્લાઈટ દિલ્હીથી અલગ અલગ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ સેવાઓ માટે સંચાલિત થાય છે. પોલીસનું કહેવું છે કે, આ કેસમાં તપાસ ચાલી રહી છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીના અનુસાર, ધમકી ભર્યા મેસેજ X પર મળ્યા હતા જ્યારબાદ અધિકારીઓએ તેને ફગાવી દીધા. પહેલો કિસ્સો 16 ઓક્ટોબરે બેંગાલુરૂ જનારી અકાસાની ફ્લાઈટને નિશાન બનાવવાથી જોડાયેલ હતો. Xના માધ્યમથી મળેલી બોમ્બની ધમકી બાદ ફરિયાદ દાખલ કરાઈ હતી. આ વિમાનમાં 180થી વધુ મુસાફર સવાર હતા. વિમાનને દિલ્હી પરત ફરવું પડ્યું હતું. પોલીસે આગામી દિવસોમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xને પત્ર લખીને ધમકી ભર્યા મેસેજ પોસ્ટ કરનારા એકાઉન્ટની ડિટેઈલ્સ મંગાવી હતી.


Google NewsGoogle News