Get The App

જીવલેણ વાયુ પ્રદૂષણ, 2021માં ભારતમાં 21 લાખ લોકોનાં મોત, દુનિયા સામે વિકટ સ્થિતિ

Updated: Jun 20th, 2024


Google NewsGoogle News
Mobile Anti-Smog Guns Spray Water To Curb Air Pollution in Delhi
Image : IANS

Air Pollution in Young children : આજે ભારત સહિતના વિશ્વના દેશો પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. આ સમસ્યાની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વર્ષ 2021માં વાયુ પ્રદૂષણને કારણે 81 લાખ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતાં.

હેલ્થ ઇફેક્ટ્સ ઇનસ્ટીટયૂટએ એક રિપોર્ટ કર્યો જાહેર 

યુનિસેફ સાથે મળીને અમેરિકા સ્થિત એક સ્વતંત્ર શોધ સંગઠન હેલ્થ ઇફેક્ટ્સ ઇનસ્ટીટયૂટ (HEI)એ એક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ત્રણ વર્ષ પહેલા એટલે કે 2021માં ચીનમાં 23 લાખ અને ભારતમાં 21 લાખ લોકોએ વાયુ પ્રદૂષણને કારણે પ્રાણ ગુમાવ્યા હતાં. વાયુ પ્રદૂષણની અસર બાળકો ઉપર પણ છે. પાંચ વર્ષથી ઓછી ઉંમરના 1,69,400 બાળકોનાં મોત થયા હતાં. ત્યારબાદ નાઈજિરિયામાં 1,14,100, પાકિસ્તાનમાં 68,100, ઈથોપિયામાં  31,100 અને બાંગ્લાદેશમાં 19,100 બાળકોનાં મોત થયા હતાં. દક્ષિણ એશિયામાં મોત થવાનું મુખ્ય કારણ વાયુ પ્રદૂષણ છે. ત્યારબાદ હાઇ બ્લડ પ્રેશર, આહાર અને તમાકુ જેવા પરિબળો મોતનું કારણ બની રહ્યાં છે.

2021માં 81 લાખ લોકોનાં મોત થવાનો અંદાજ

વર્ષ 2021માં કોઇ પણ ગત વર્ષના અંદાજની સરખામણીમાં વાયુ પ્રદૂષણ સાથે જોડાયેલ વધારે મોત જોવા મળ્યા હતા. એક અબજથી વધુ વસ્તી ધરાવતા ભારત અને ચીન બંને મળીને કુલ વૈશ્વિક રોગનો 54 ટકા હિસ્સો ધરાવે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પીએમ 2.5 અને ઓઝોનને કારણે થનારા વાયુપ્રદૂષણને કારણે 2021માં 81 લાખ લોકોનાં મોત થવાનો અંદાજ છે. જે કુલ વૈશ્વિક મોતના લગભગ 12 ટકા છે.

વાયુ પ્રદૂષણના સુક્ષ્મ કણો ફેફસામાં રહી જાય છે

વૈશ્વિક વાયુ પ્રદૂષણથી થતા મોત પૈકી 90 ટકાથી વધુ એટલે કે 78 લાખ લોકોના મોત પીએમે 2.5 વાયુ પ્રદૂષણને કારણે થાય છે. 2.5 માઈક્રોમીટરથી પણ ઓછો વ્યાસ ધરાવતા વાયુ પ્રદૂષણના સુક્ષ્મ કણો ફેફસામાં રહી જાય છે અને રક્તપ્રવાહમાં પ્રવેશ કરે છે જેના કારણે અનેક અંગો પર અસર થાય છે. જેનાથી હ્રદય રોગ, સ્ટ્રોક, ડાયાબિટીસ, ફેફસાના કેન્સર સહિતની ગંભીર બિમારીઓ થવાનું જોખમ રહે છે.

જીવલેણ વાયુ પ્રદૂષણ, 2021માં ભારતમાં 21 લાખ લોકોનાં મોત, દુનિયા સામે વિકટ સ્થિતિ 2 - image


Google NewsGoogle News