Get The App

ભારત ગૌરવ સ્પેશિયલ ટ્રેનમાં 80થી વધુ મુસાફરોની તબિયત લથડી, ફૂડ પોઈઝનિંગનો મોટો કેસ, રેલવે વિભાગમાં હડકંપ

મુસાફરોને ચક્કર, ઉલટી અને પેટમાં દુખાવાના બનાવો સામે આવ્યા

Updated: Nov 29th, 2023


Google NewsGoogle News
ભારત ગૌરવ સ્પેશિયલ ટ્રેનમાં 80થી વધુ મુસાફરોની તબિયત લથડી, ફૂડ પોઈઝનિંગનો મોટો કેસ, રેલવે વિભાગમાં હડકંપ 1 - image


Bharat Gaurav Train : ભારત ગૌરવ સ્પેશીયલ ટ્રેનમાં લગભગ 80થી વધુ લોકો  ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છે. આ અંગે પુણે સ્ટેશન પર રેલવે અધિકારીઓને ઘટનાની જાણકારી મળી હતી. આ ટ્રેન એક ખાનગી પ્રસંગ માટે બુક કરવામાં આવી હતી. જે કાર્યક્રમ ગુજરાતના પાલિતાણા યાત્રાધામ સંબંધિતનો પ્રવાસ હતો. આ ટ્રેનમાં લગભગ એક હજાર જેટલા પ્રવાસીઓ હાજર હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મોટા ભાગે મુસાફરોને ચક્કર, ઉલટી અને પેટમાં દુખાવાના બનાવ સામે આવ્યા હતા.

રેલવે હોસ્પિટલના ડોક્ટરો સહિતની ટીમો પુણે સ્ટેશન પહોંચી 

આ ઘટનાની જાણ થતા જ રેલવે હોસ્પિટલના ડોક્ટરોની એક ટીમ, રૂબી હોલના ડોકટરો અને અન્ય રેલવે અધિકારીઓની સાથે તબીબી સહાય તત્કાલીન ધોરણે પુણે સ્ટેશન પર મોકલવામાં આવી હતી. પુણે રેલવે ડિવિઝનના ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અને પીઆરઓ આ વિશે માહિતી આપી છે. 

રેલવે અધિકારીએ આપી જાણકારી 

ટ્રેન રાતે 11.25 કલાકે પુણે સ્ટેશન પહોંચી અને મુસાફરોની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. રેલવે અધિકારી રામદાસ ભીસેએ જણાવ્યું કે, મુસાફરોને ટ્રેન પરથી પ્લેટફોર્મ પર ઉતારી દેવાયા અને સારવાર શરુ કરવામાં આવી હતી. જોકે, હાલ સુધી કોઈ મુસાફરને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી નથી. 


Google NewsGoogle News