Get The App

80 કરોડ ગરીબોને વધુ પાંચ વર્ષ મફત રાશન મળશે : મોદી

Updated: Nov 5th, 2023


Google NewsGoogle News
80 કરોડ ગરીબોને વધુ પાંચ વર્ષ મફત રાશન મળશે : મોદી 1 - image


- ગરીબ કલ્યાણ યોજનાને લંબાવવાની જાહેરાત 

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢમાં વિધાનસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેરાત કરી હતી કે પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ વધુ પાંચ વર્ષ સુધી ગરીબોને મફત રાશન આપવામાં આવશે. જેનો લાભ દેશના ૮૦ કરોડથી વધુ ગરીબ લાભાર્થીઓને મળશે. 

દુર્ગમાં સભાને સંબોધતા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મે નિશ્ચય કર્યો છે કે દેશના ૮૦ કરોડ ગરીબોને મફત રાશન પુરુ પાડતી યોજનાને ભાજપ સરકાર આગામી પાંચ વર્ષ સુધી લંબાવશે. જનતાનો પ્રેમ અને આશિર્વાદ હંમેશા મને પવિત્ર નિર્ણય લેવા માટે તાકાત આપે છે. નોંધનીય છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગરીબ નાગરીકોને પાંચ કિલો ઘઉં અથવા ચોખા મફતમાં આપવામાં આવે છે. આ યોજનાની જાહેરાત કોરોના મહામારી સમયે વર્ષ ૨૦૨૦માં કરવામાં આવી હતી. આ યોજનાને સમય સમય પર લંબાવવામાં આવતી રહી છે. 

સરકારે અગાઉ ડિસેમ્બર ૨૦૨૩ સુધી તેને લંબાવી હતી, હવે આગામી વર્ષથી પણ આ યોજનાનો લાભ મળશે અને પાંચ વર્ષ સુધી લાભાર્થીઓને મફત રાશન આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ જાહેરાત પાંચ રાજ્યોમાં વિધાનસભાની અને આગામી વર્ષે લોકસભાની ચૂંટણી સમયે સામે આવી છે. નરેન્દ્ર મોદી હાલ છત્તીસગઢમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસ શાસિત રાજ્યમાં તેમણે આ યોજનાનો સમયગાળો લંબાવવાની જાહેરાત કરી હતી.


Google NewsGoogle News