Get The App

છત્તીસગઢમાં વીજળીનો કહેર: પાંચ વિદ્યાર્થીઓ સહિત આઠ લોકોના મોત

Updated: Sep 23rd, 2024


Google NewsGoogle News
છત્તીસગઢમાં વીજળીનો કહેર: પાંચ વિદ્યાર્થીઓ સહિત આઠ લોકોના મોત 1 - image


Image: Facebook

Death by Lightning: છત્તીસગઢમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. રાજનંદગામના જોરાતરાઈમાં વીજળી પડવાથી 8 લોકોના મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં પાંચ બાળકો અને ત્રણ યુવકોએ જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટના સોમાની વિસ્તારના જોરાતરાઈ ગામમાં તે સમયે થઈ જ્યારે સ્કુલના બાળકો પાછા ફરતી વખતે વીજળીની ચપેટમાં આવી ગયા.

રિપોર્ટ અનુસાર આ દુર્ઘટનામાં એક વિદ્યાર્થીની હાલત ગંભીર છે. રાજનંદગામના કલેક્ટર સંજય અગ્રવાલે ઘટનાની પુષ્ટિ કરી છે. તમામ છ બાળકો 11 માં ધોરણમાં અભ્યાસ કરતા હતા અને પરીક્ષા આપીને પરત ફરી રહ્યા હતા.

રસ્તામાં ભારે વરસાદ દરમિયાન બચવા માટે તેઓ મહુઆના વૃક્ષની નીચે જતા રહ્યા. આ દરમિયાન વીજળી વૃક્ષ પર પડી ગઈ જેમાં પાંચ બાળકોના મોત નીપજ્યા જ્યારે એક ઈજાગ્રસ્ત છે.

જિલ્લા તંત્ર તરફથી મૃતકોના પરિજનોને 4-4 લાખ રૂપિયાની વળતરની રકમ આપવાની જાહેરાત કરવામાં આવી છે જ્યારે ઈજાગ્રસ્તો માટે નિયમાનુસાર વળતર નક્કી કરવામાં આવશે.


Google NewsGoogle News