7મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓનો પગાર વધારી શકે છે સરકાર, જાણો કેટલો વધારો થશે
નવી દિલ્હી, તા. 19 ઓક્ટોબર 2018 શુક્રવાર
7મા પગાર પંચની ભલામણોને લાગુ થવાની રાહ જોવાઈ રહી છે. મીડિયા રિપોર્ટસમાં કેન્દ્રીય કર્મચારીઓને વધેલા પગારનો ફાયદો નવા વર્ષમાં આપવાની વાત કહેવામાં આવી રહી છે પરંતુ કેટલો વધારો થશે. આ વિશે સ્થિતિ સ્પષ્ટ નથી.
કર્મચારી પોતાની માગને લઈને સરકાર પર દબાણ વધારી રહ્યા છે. સરકાર આગળ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા કોઈ જોખમ લેવા માગતી નથી. તેથી કોઈ સમાધાન કરવાની તૈયારી કરી રહી છે.
એક વેબ સાઈટ પ્રમાણે સરકાર લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય કર્મચારીઓનો બેઝિક પગાર વધારી શકે છે. નાણા મંત્રાલયના એક અધિકારીનો દાવો છે કે સરકાર ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો કરી શકે છે. તેથી કેન્દ્રીય કર્મચારીઓનો બેઝિક પે 3000 રૂપિયા સુધી વધી શકે છે. ફિટમેન્ટ ફેક્ટર 2.57 ટકાથી વધારીને 3 ટકા કરી શકે છે પરંતુ કેન્દ્રીય કર્મચારીઓની માગ છે કે ફિટમેન્ટ ફેક્ટરને વધારીને 3.68 ટકા કરવામાં આવે.
જણાવી દઈ કે 2016ની શરૂઆતમાં કેન્દ્રીય કર્મચારીઓના વેતનમાં લગભગ 14 ટકાનો વધારો સરકારે કર્યો હતો. પરંતુ કર્મચારી આથી ખુશ નથી તેમણે સરકાર પાસે માગ કરી કે ન્યૂનતમ વેતન અને ફિટમેન્ટ ફેક્ટરને વધારવામાં આવે. આ માગ 7મા પગાર પંચની ભલામણોથી વધારે છે.