50 ટકા થઈ ગયું મોંઘવારી ભથ્થું: હવે કેટલી આવશે સેલેરી/પેન્શન? જાણો 6 મહત્ત્વની વાત
કેન્દ્ર સરકારે કર્મચારીઓને હવે તેમની મોંઘવારી ભથ્થા (DA)માં 4 ટકાનો વધારો કર્યો છે
કેન્દ્ર સરકારના આ નિર્ણયથી લગભગ 49.18 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 67.95 લાખ પેન્શનર્સને લાભ મળશે.
7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓની આતૂરતાનો અંત આવી ગયો. કેન્દ્ર સરકારના કર્મચારીઓનું DA 50 ટકા પર પહોંચી ગયુ છે. કેન્દ્ર સરકારે કર્મચારીઓને હવે તેમની મોંઘવારી ભથ્થા (DA)માં 4 ટકાનો વધારો કર્યો છે. હવે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 50 ટકા થઈ ગયું છે. કેન્દ્ર સરકારે પેન્શનર્સ માટે મોંઘવારી સામે રાહત આપવા 4 ટકાનો વધારો કર્યો હતો. મોંઘવારી ભથ્થા અને મોંઘવારીમાં રાહતના કારણે સરકારી તિજોરી પર વર્ષે 12,868.72 કરોડ રુપિયાનો બોજો પડશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી લગભગ 49.18 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 67.95 લાખ પેન્શનર્સને લાભ મળશે. જાણીએ તેના છ મુખ્ય ફાયદા.
1. કેટલું વધશે DA?
પહેલી જાન્યુઆરી 2024થી કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું 46 ટકાથી વધારીને 50 ટકા પર પહોંચી ગયું છે.
2. બેઝિક પગાર શું છે?
રિવાઈઝ સેલેરી સ્ટ્રક્ચર પ્રમાણે બેઝિક પગારએ 7મી CPC ભલામણો અનુસાર પે મેટ્રિક્સમાં નિયત સ્તરે લેવામાં આવેલો પગાર છે, પરંતુ તેમાં અન્ય કોઈ ભથ્થું ઉમેરવામાં આવતું નથી.
3. એક લિમિટમાં કરવામાં આવશે ચુકવણી
મોંઘવારી ભથ્થું મહેનતાણુંનો અલગ ભાગ બનીને રહેશે. તેને FR 9(21) ના કાર્યક્ષેત્રમાં પગાર તરીકે નહીં માનવામાં આવે.
4. આ રીતે કરવામાં આવશે ગણતરી
મોંઘવારી ભથ્થાના કારણે 50 પૈસા અને તેનાથી ઉપરના બેલેન્સને વધારવામાં આવશે. તેનાથી ઓછા હશે તે ગણવામાં નહીં આવે.
5. બાકીની રકમ
મોંઘવારી ભથ્થાની બાકીની રકમ માર્ચ 2024ના પગારમાં આપવામાં આવશે. તેનાથી પહેલા આ પૈસા નહીં મળી શકે.
6. અન્ય સરકારી કર્મચારીઓ માટે DAમાં વધારો
આ આદેશ ડિફેન્સ સર્વિસ એસ્ટિમેટમાંથી પગાર લેનારા કર્મચારીઓને પણ લાગુ પડશે. સંરક્ષણ મંત્રાલય અને રેલવે કર્મચારીઓના સંબંધમાં અનુક્રમે સશસ્ત્ર દળોના કર્મચારીઓ અને રેલવે કર્મચારીઓને અલગ-અલગ આદેશ જારી કરવામાં આવશે.