કેન્દ્રીય કર્મચારીઓને સરકાર તરફથી મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં કર્યો બે ટકાનો વધારો
Dearness Allowance: કેન્દ્રીય મંત્રીમંડળે શુક્રવારે કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું બે ટકા વધારવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં સરકારે આ મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં વૃદ્ધિ સાથે જ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થુ અને મોંઘવારી રાહત 53 ટકાથી વધી 55 ટકા થશે. અગાઉ જુલાઈ, 2024માં ભથ્થુ 3 ટકા વધારવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ DRDOમાં નોકરી કરવા ઈચ્છુકો માટે અરજી કરવાની તક, મહિને લાખોમાં મળશે પગાર
કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થુ એક જાન્યુઆરી, 2025થી અમલી બનશે. મોંઘવારી ભથ્થામાં વધારાથી કેન્દ્ર સ્તરના કરોડો કર્મચારીઓ અને પેન્શર્સને લાભ મળશે. જેથી જો બેઝિક પગાર રૂ. 50,000 હોય તો તેના પર હાલ રૂ. 26500 મોંઘવારી ભથ્થું મળતુ હતું. જેમાં હવે મોંઘવારી ભથ્થું 55 ટકા અર્થાત રૂ. 27500 મળશે. અર્થાત સરકારી કર્મચારીઓના પગારમાં રૂ. એક હજાર વધારો થશે. બેઝિક પગાર રૂ. 70000 પર મોંઘવારી ભથ્થું રૂ. 1400 વધશે. જ્યારે એક લાખના બેઝિક પગાર પર મહિને રૂ. બે હજારનો વધારો થયો છે.