૨૦૦૦ રુપિયાની ૭૭૫૫ કરોડ મૂલ્યની નોટો હજુ પણ જમા આવી નથી

બે હજાર રુપિયાના મૂલ્યની ૯૭.૮૨ ટકા નોટો બેંકમાં પરત આવી છે.

૨૦૦૦ની નોટ પાછી ખેંચાઇ ત્યારે ૩.૫૬ લાખ કરોડના મૂલ્યની હતી

Updated: Jun 3rd, 2024


Google NewsGoogle News
૨૦૦૦ રુપિયાની ૭૭૫૫ કરોડ મૂલ્યની  નોટો હજુ પણ જમા આવી નથી 1 - image


નવી દિલ્હી, ૩ જુન,૨૦૨૩,સોમવાર 

ભારતીય રિઝર્વ બેંક જાહેર કર્યુ છે કે ચલણમાંથી નાબૂદ કરવામાં આવેલી બે હજાર રુપિયાના મૂલ્યની ૯૭.૮૨ ટકા નોટો બેંકમાં પાછી આવી ગઇ છે.  જો કે ચલણમાંથી રદ કર્યા પછી હજુ પણ ૭૭૫૫ કરોડ રુપિયાના મૂલ્યની ૨૦૦૦ની નોટો હજુ પણ લોકો પાસે રહી ગઇ છે. આરબીઆઇએ ૧૯ મે ૨૦૨૩ના રોજ ૨૦૦૦ની નોટસ ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. 

૨૦૧૭માં નોટબંધી કરવામાં આવી ત્યારે નાણાભીડ ઓછી કરવા માટે ૨૦૦૦ની નોટ ચલણમાં લાવવામાં આવી હતી. ૧૯ મે ૨૦૨૩ના રોજ ચલણમાં ૨૦૦૦ રુપિયાના મૂલ્યની ૩.૫૬ લાખ કરોડ રુપિયા હતા જે હવે ઘટીને ૭૭૫૫ કરોડ રહયા છે. ૭ ઓકટોબર ૨૦૨૩ સુધીની સમય મર્યાદામાં ૨૦૦૦ની નોટસ જમા કરાવવાની કે બદલવાની સુવિધા દેશની તમામ બેંકોમાં ઉપલબ્ધ હતી.  

ત્યાર બાદ ૨૦૦૦ની નોટસ બદલવાની સુવિધા રિઝર્વ બેંકના ૧૯ પ્રાદેશિક કાર્યાલયોમાં સેવા ઉપલબ્ધ છે. આરબીઆઇના પ્રાદેશિક કાર્યાલયમાં અમદાવાદ, બેંગ્લોર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઇ, ગૌહાટી, હૈદરાબાદ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઇ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમ વગેરે સ્થળોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લોકો પોતાના બેંક ખાતામાં જમા કરાવવા માટે દેશના કોઇ પણ ડાકઘરથી આરબીઆઇના પ્રાદેશિક કાર્યાલય પર ભારતીય પોસ્ટના માધ્યમથી ૨૦૦૦ રુપિયાની નોટસ મોકલાવી રહયા છે. 


Google NewsGoogle News