76th Republic Day Parade: પ્રજાસત્તાક દિવસે કર્તવ્ય પથ પર વિવિધ રાજ્યોના ટેબ્લોનું આકર્ષણ
76th Republic Day 2025: ભારતમાં આજે 76મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. પીએમ મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને ચીફ ગેસ્ટ તરીકે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો કર્તવ્ય પથ પર આયોજિત પરેડમાં ભાગ લીધો હતો. જ્યાં વિવિધ મંત્રાલયો અને વિવિધ રાજ્યોના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું હતું. આ દરમિયાન વાયુદળના રાફેલ, સુખોઈ જેવા વિમાનો અને હેલિકોપ્ટર દ્વારા માર્ચ પાસ્ટ કરીને શૌર્ય પ્રદર્શન કરાયું હતું.
76મા પ્રજાસત્તાક દિવસની જીવંત પરેડ નિહાળવા CLICK HERE....
76th Republic Day 2025 Updates:
12:00 PM
કર્તવ્ય પથ પર 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ટેબ્લોમાં ભારતીય સંસ્કૃતિ જોવા મળી
કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસની પરેડમાં 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ટેબ્લોના રૂપમાં સાંસ્કૃતિક વિવિધતા દર્શાવવામાં આવી હતી. પ્રજાસત્તાક દિવસની પરેડમાં 16 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્ર સરકારના 10 મંત્રાલયો અને વિભાગોના ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ ટેબ્લોનો મુખ્ય વિષય 'સુવર્ણ ભારત: વારસો અને વિકાસ' હતો.
જાણો કયા રાજ્યની કઈ થીમ...
ગોવા: ગોવાનો સાંસ્કૃતિક વારસો
ઉત્તરાખંડ: સાંસ્કૃતિક વારસો અને સાહસિક રમતો
હરિયાણા: ભગવદ ગીતાનું પ્રદર્શન
ઝારખંડ: 'સ્વર્ણિમ ઝારખંડ' - વારસો અને પ્રગતિનો વારસો
ગુજરાત: સુવર્ણ ભારત - વારસો અને વિકાસ
આંધ્રપ્રદેશ: એટીકોપ્પાકા બોમ્માલુ - પર્યાવરણને અનુકૂળ લાકડાના રમકડાં
પંજાબ: પંજાબ જ્ઞાન અને બુદ્ધિમતાની ભૂમિ છે.
ઉત્તર પ્રદેશ: મહાકુંભ 2025 - સુવર્ણ ભારત વારસો અને વિકાસ
બિહાર: સુવર્ણ ભારત: વારસો અને વિકાસ (નાલંદા યુનિવર્સિટી)
મધ્યપ્રદેશ: કુનો રાષ્ટ્રીય ઉદ્યાન - દીપડાઓની ભૂમિ
આંધ્રપ્રદેશ: એટીકોપ્પાકા બોમ્માલુ - પર્યાવરણને અનુકૂળ લાકડાના રમકડાં
ત્રિપુરા: શાશ્વત શ્રદ્ધા: ત્રિપુરામાં 14 દેવતાઓની પૂજા - ખર્ચી પૂજા
કર્ણાટક: લક્કુંડી - પથ્થર કોતરણીનું જન્મસ્થળ
પશ્ચિમ બંગાળ: 'લક્ષ્મી ભંડાર' અને 'લોક પ્રસાર પ્રકલ્પ' - બંગાળમાં જીવનને સશક્ત બનાવવું અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવું
ચંદીગઢ: વારસો, નવીનતા અને ટકાઉપણાનું સુમેળભર્યું મિશ્રણ
દિલ્હી: ગુણવત્તાયુક્ત શિક્ષણ
દાદરા નગર હવેલી અને દમણ અને દીવ: કુકરી સ્મારક સાથે દમણ એવરી બર્ડ પાર્ક - ભારતીય નૌકાદળના બહાદુર ખલાસીઓને શ્રદ્ધાંજલિ
11:45 AM
કર્તવ્ય પથની પરેડમાં 'અનર્તપુર ટુ એકતા નગર - વિરાસત ભી, વિકાસ ભી' થીમ પર ગુજરાતનો ભવ્ય ટેબ્લો રજૂ
11:40 AM
કર્તવ્ય પથની પરેડમાં 'કલ્ચરલ હેરિટેજ એન્ડ એડવેન્ચર સ્પોર્ટ્સ' થીમ પર ઉત્તરાખંડનો ટેબ્લો રજૂ
11:38 AM
કર્તવ્ય પથ પર પરેડમાં ભારતીય નેવીએ 'આત્મનિર્ભર'નો મજબૂત સંદેશ આપતો ટેબ્લો રજૂ કર્યો
11:35 AM
કર્તવ્ય પથ પર પરેડમાં 'સ્વર્ણિમ ભારત : વિરાસત અને વિકાસ' થીમ પર ગોવાએ પણ સુંદર ટેબ્લો રજૂ કર્યો
11:34 AM
સામાજિક ન્યાય અને સશક્તિકરણ તથા આદિવાસી બાબતોના મંત્રાલયે 'સ્વર્ણિમ ભારત : વિરાસત અને વિકાસ' થીમ પર ટેબ્લો રજૂ કર્યો
11:30 AM
પ્રજાસત્તાક દિવસે ભારતીય વાયુસેના, ભારતીય ભૂમિ દળ અને ભારતીય નેવી એમ ત્રણેય સૈન્યએ કર્તવ્યપથ પર શૌર્ય બતાવ્યો હતો. રાફેલ અને સુખોઈ વિમાનોની ગર્જનાથી કર્તવ્ય પથ ગૂંજી ઊઠ્યો હતો.
11:15 AM
76મા પ્રજાસત્તાક દિવસે કર્તવ્ય પથ પર ઈન્ડિયન આર્મીએ 'વિકસિત ભારત કી ઓર સદૈવ અગ્રેસર' થીમ પર ટેબ્લો રજૂ કર્યો
10:46 AM
76મા પ્રજાસત્તાક દિવસે કર્તવ્યપથ પર ઈન્ડોનેશિયન સૈન્યની ટુકડી પણ પરેડમાં જોડાઈ
10:45 AM
76મા પ્રજાસત્તાક દિવસે કર્તવ્યપથ પર ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા...
10:35 AM
76મા પ્રજાસત્તાક દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કર્તવ્ય પથ પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
10:32 AM
વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને ચીફ ગેસ્ટ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોને કર્તવ્યપથ પર આવકાર્યા
10:30 AM
પીએમ મોદી કર્તવ્ય પથ પર પહોંચ્યા
પીએમ મોદી કર્તવ્ય પથ પર આયોજિત પ્રજાસત્તાક દિવસ સમારોહમાં પહોંચ્યા, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સ્વાગત કર્યું.
10:00 AM
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ વૉર મેમોરિયલ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા
9:45 AM
આપણું બંધારણ, ધર્મ, જાત, ક્ષેત્ર ભાષાથી હટીને દરેક ભારતીયનું સુરક્ષા કવચ છે : રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે આપણા મહાન સ્વાતંત્રતા સેનાનીઓના ન્યાય, સ્વાધીનતા, સમાનતા અને ભાઈચારાના સિદ્ધાંતો પર આધારિત આપણું બંધારણ ભારતીય ગણતંત્રનું ગૌરવ છે જે ધર્મ, જાત, ક્ષેત્ર, ભાષાથી હટીને દરેક ભારતીય માટે સુરક્ષા કવચ સમાન છે. બંધારણનું સન્માન અને સુરક્ષા કરવી આપણા બધાની ફરજ છે. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.
9:30 AM
જમ્મુ-કાશ્મીરના લાલચોક પર 'ભારત માતા કી જય' ના જયકારા સાથે લોકો મનમૂકીને નાચ્યા
9:00 AM
વિદેશમંત્રી એસ.જયશંકરે તેમના નિવાસે 76મા પ્રજાસત્તાક દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
8:30 AM
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ બેંગ્લુરુમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. તેમની સાથે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ઉપમુખ્યમંત્રી ડી.કે.શિવકુમાર પણ હાજર રહ્યા હતા.
8:20 AM
પરેડની શરૂઆત 10:30 વાગ્યે થશે
76મા પ્રજાસત્તાક દિવસના સમારોહમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી રહ્યા છે. પરેડ સવારે લગભગ 10:30 વાગ્યે શરૂ થશે. તે લગભગ 90 મિનિટ ચાલશે. આ ઉજવણીની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત સાથે થશે. અહીં તે દેશના નાયકોને પુષ્પાંજલિ અર્પણ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો 'પરંપરાગત બગી'માં સવારી કરીને કર્તવ્ય પથ પર પહોંચશે.
7:40 AM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી
76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, આજે આપણે આપણા ભવ્ય પ્રજાસત્તાકની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ. આ પ્રસંગે, આપણે તે બધા મહાન વ્યક્તિઓને સલામ કરીએ છીએ જેમણે આપણું બંધારણ બનાવીને ખાતરી કરી કે આપણી વિકાસ યાત્રા લોકશાહી, ગૌરવશાળી અને એકતા પર આધારિત હોય. તેમણે કહ્યું કે આશા છે કે આ રાષ્ટ્રીય તહેવાર આપણા બંધારણના મૂલ્યોનું જતન કરશે અને મજબૂત અને સમૃદ્ધ ભારત બનાવવા માટેના આપણા પ્રયાસોને વધુ મજબૂત બનાવશે.
7:20 AM
ભારતીય સેના પ્રમુખે પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી
ભારતીય સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીએ પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી. ભારતીય સેનાની એક X-પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, "76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે, સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને ભારતીય સેના વતી તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ."
7:15 AM
અમેરિકાએ ભારતને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી
અમેરિકાના વિદેશ સચિવ માર્કો રુબિયોએ ભારતને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું, "અમેરિકા વતી, હું ભારતના લોકોને તેમના દેશના પ્રજાસત્તાક દિવસ પર અભિનંદન આપું છું. કેમ કે તે ભારતના બંધારણને અપનાવવાની ઉજવણી કરી રહ્યા છે એટલા માટે અમે દુનિયાના સૌથી મોટા લોકતંત્રતા પાયા તરીકે તેના સ્થાયી મહત્ત્વને માન્યતા આપવામાં તેમની સામે જોડાઈ રહ્યા છીએ.