દેશમાં કોરોનાના નવા 761 કેસ 12નાં મોત : એક્ટિવ કેસો 4334
- કેરળમાં સૌથી વધુ 1249 એક્ટિવ કેસો
- કોવિડ-19ના નવા સબ વેરિએન્ટ જેએન-1ના કેસોની સંખ્યા વધીને 619 : કર્ણાટકમાં સૌથી વધુ 199
નવી દિલ્હી : ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૭૬૧ કેસ નોંધવામાં આવ્યા છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. બીજી તરફ દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને ૪૩૩૪ થઇ ગઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૧૨ લોકોનાં મોત થયા છે.
કેરળમાં સૌથી વધુ ૧૨૪૯ એક્ટિવ કેસો છે. ત્યારબાદ કર્ણાટકમાં ૧૨૪૦, મહારાષ્ટ્રમાં ૯૧૪, તમિલનાડુમાં ૧૯૦, છત્તીસગઢમાં ૧૨૮ અને આંધ્ર પ્રદેશમાં ૧૨૮ એક્ટિવ કેસો છે.
છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી જે ૧૨ મોત થયા છે તે પૈકી કેરળમાં પાંચ, કર્ણાટકમાં ચાર, મહારાષ્ટ્રમાં બે અને ઉત્તર પ્રદેશમાં એકનું મોત થયું છે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર દેશમાં કોવિડ-૧૯ના નવા સબ વેરિએન્ટ જેએન-૧ના કેસોની સંખ્યા વધીને ૬૧૯ થઇ ગયા છે. જે પૈકી સૌથી વધુ ૧૯૯ કેસો કર્ણાટકમાં, કેરળમાં ૧૪૮ કેસો, મહારાષ્ટ્રમાં ૧૧૨૦ કેસો, ગોવામાં ૪૭,ે ગુજરાતમાં ૩૬ કેસ, આંધ્ર પ્રદેશમાં ૩૦ કેસ, તમિલનાડુમાં ૨૬ કેસ, દિલ્હીમાં ૧૫, રાજસ્થાનમાં ચાર, તેલંગણામાં બે, ઓડિશામાં એક અને હરિયાણામાં એક કેસ નોંધવામાં આવ્યો છે.
જો કે આરોગ્ય મંત્રાલયના અધિકારીએ જણાવ્યું છે કે દેશમાં કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે પણ કોરોનાના દર્દીઓ ઘરમાં રહીને સારવાર કરાવીને સાજા થઇ રહ્યાં હોવાથી ગભરાવાની જરૂર નથી.