દેશના 76% બાળકો અને 84% માતા-પિતાને પણ સ્માર્ટફોનની લત! 6 શહેરોના સરવેમાં ચોંકાવનારો ખુલાસો
Smartphone Addiction: દેશના 76 ટકા બાળકો અને 84 ટકા માતા-પિતા એકબીજા સાથે વધુને વધુ સમય પસાર કરવા માંગે છે, પરંતુ સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા એપ તેમને તેમ કરવાની છૂટ આપતા નથી. તેથી જ 94 ટકા બાળકો ઇચ્છે કે માતા-પિતાના સ્માર્ટફોનમાં કોલિંગ, કેમેરા અને મેસેજિંગ એમ ત્રણ જ ફિચર હોવા જોઈએ. બાળકો ઇચ્છતા નથી કે માતા-પિતા ફોનમાં સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ અને ગેમિંગ એપની સગવડ હોય.
બાળકો સ્માર્ટફોનના લીધે કુટુંબ સાથે સાર્થક સંબંધો બનાવી શકતા નથી
બીજી બાજુએ 75 ટકા માતા-પિતા પણ તે બાબતને લઈને ચિંતિત છે કે તેમના બાળકો સ્માર્ટફોનના લીધે કુટુંબ સાથે સાર્થક સંબંધો બનાવી શકતા નથી. આશ્ચર્યની વાત એ છે કે બંને બાજુએ આ પ્રકારના ઈમોશનલ બોન્ડિંગની જરુરિયાત છતાં બંનેમાંથી એકપણ સ્માર્ટફોનની આદત છોડવા તૈયાર નથી. એક સ્માર્ટફોન ઉત્પાદક અને સાઇબર મીડિયા રિસર્ચ તરફથી માતા-પિતા અને બાળકોના સંબંધો પર સ્માર્ટફોનની અસર સંલગ્ન અભ્યાસમાં આ ખુલાસો થયો છે.
માતા-પિતા રોજના પાંચ કલાક સ્માર્ટફોનમાં વિતાવે છે
સરવેના અહેવાલ મુજબ, માતા-પિતા રોજના પાંચ કલાકથી વધારે તો બાળક રોજના ચાર કલાકથી વધારે સમય સ્માર્ટફોન પર કાઢે છે. બંને તેમા મોટાભાગનો સમય સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ એપ પર વીતાવે છે. દેશના 6 શહેરોમાં કરાયેલા સરવેમાં 76 ટકા માતા-પિતા તો 71 ટકા બાળકોએ સરવે દરમિયાન માન્યું છે કે તે સ્માર્ટફોન વગર રહી શકતા નથી.
આ પણ વાંચો: દુનિયા માટે ચિંતાના સમાચાર, જો કંઈ ન કર્યું તો... 2027 સુધી આર્કટિકનો બરફ પીગળી જશે