VIDEO : 900 km પ્રતિ કલાકની ઝડપે ઉડ્યું રાફેલ, સુખોઈએ પણ દેખાડ્યો દમ
આ વખતના પ્રજાસત્તાક દિવસની ઉજવણી મહિલા કેન્દ્રિત
75th Republic Day 2024 Parade : આજે દેશભરમાં 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે જવાનોનો ઉત્સાહ પણ જોવા જેવો છે... દેશની રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ પર 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીની પરેડમાં ઘણી નવી વસ્તુઓ જોવા મળી હતી. આ વખતના પ્રજાસત્તાક દિવસની ઉજવણી મહિલા કેન્દ્રિત છે અને થીમ છે ભારતની લોકશાહી અને વિકસિત રાષ્ટ્ર બનવાનો સંકલ્પ.
પ્રજાસત્તાક પ્રર્વના ભવ્ય કાર્યક્રમમાં ફ્રાંસના પ્રમુખ મુખ્ય અતિથિ
આજે રાજધાની દિલ્હી સહિત દેશભરમાં પ્રજાસત્તાક દિવસની હર્ષોઉલ્લાસથી ઉજવણી થઈ રહી છે અને લોકો દેશભક્તિના રંગે રગાયા છે. આજે દિલ્હીના કર્તવ્ય પથ પર પરેડ દરમિયાન ભારતની વધતી જતી સૈન્ય તાકાત અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું ભવ્ય પ્રદર્શન જોવા મળ્યું હતું. દેશની મહિલા શક્તિ અને લોકતાંત્રિક મૂલ્યો પર ધ્યાન કેન્દ્રિત કરતા આ ભવ્ય કાર્યક્રમમાં ફ્રાંસના પ્રમુખ ઈમાન્યુઅલ મેક્રોને મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આજે કર્તવ્ય પથ પર અનેક ઝાંકીઓનું પ્રદર્શન જોવા મળ્યું હતું તેમજ સુખોઈ અને રાફેલના પ્રદર્શને પણ સૌના દિલ જીતી લીધા.
રાફેલ અને સુખોઈએ દેખાડ્યો દમ
પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન, છ રાફેલ વિમાનોએ મારુત ફોર્મેશનમાં કર્તવ્ય પથની ઉપરથી આકાશમાં પોતાની કરતબ દેખાડી હતી. આ ઉપરાંત ત્રણ સુખોઈ-30 MK-I એરક્રાફ્ટ આકાશમાં 900 કિમી પ્રતિ કલાકની ઝડપે ત્રિશૂળ બનાવીને ઉડ્યું હતું. આ ઉપરાંત પ્રચંડ કોમ્બેટ હેલિકોપ્ટર દ્વારા ફ્લાયપાસ્ટ પણ કરવામાં આવ્યું હતું. ફ્લાય પાસ્ટનો એક એરિયલ શોટનો વીડિયો પણ સામે આવ્યો હતો, જે પાઇલટે પોતે લીધો હતો. આ સાથે, બે અપાચે હેલિકોપ્ટર અને બે MK-IV વિમાનોએ ઉડાન ભરી હતી.