NEET UG રિ-ટેસ્ટનો ફિયાસ્કો, 1563માંથી અડધા ઉમેદવારોએ તો પરીક્ષા આપી જ નહીં
NEET UG Re-Exam: નીટ યુજી પરીક્ષાના 1563 ઉમેદવારો માટે 23 જૂને ફરી આયોજન કરાયું હતું. આ માટે દેશભરમાં ગુજરાત સહિત ચંડીગઢ, હરિયાણા, છત્તીસગઢ અને મેઘાલયમાં કુલ સાત પરીક્ષા કેન્દ્રો ઊભા કરાયા હતા. જો કે આ પરીક્ષા આપવા 813 એટલે કે 52% ઉમેદવારો આવ્યા જ ન હતા. નોંધનીય છે કે, ગુજરાતમાં ફક્ત એક ઉમેદવારે પરીક્ષા આપવાની હતી, જે હાજર રહ્યો હતો.
ચંદીગઢ કેન્દ્રમાં એક પણ ઉમેદવાર ન આવ્યા
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ સત્તાવાર નિવેદનમાં આજે (23 જૂન) જણાવ્યું હતું કે, નીટ યુજી પરીક્ષાના 1563 ઉમેદવારો માટે આજે ફરી સાત કેન્દ્રો પર પરીક્ષા લેવાઈ હતી. એનટીએએ એમ પણ કહ્યું કે, ચંદીગઢમાં એક પરીક્ષા કેન્દ્ર હતું, જે પોલીસ અને નિરીક્ષકો સહિત તમામ જરૂરી વ્યવસ્થાઓ સાથે ઉભું કરાયું હતું. આ કેન્દ્ર પર માત્ર બે ઉમેદવારોએ પરીક્ષા આપવાની હતી, જોકે તેઓ આવ્યા ન હતા.
બિહારના નવાદામાં CBI ટીમ પર હુમલો, અધિકારીઓ UGC NET પેપર લીકની તપાસ કરવા ગયા હતા
VIDEO: NEET રિ-ટેસ્ટ મુદ્દે જનાક્રોશ, રાજકોટમાં ‘NO NEET’ના બેનરો સાથે વિદ્યાર્થીઓના ઉગ્ર દેખાવો
NEET પેપર લીક કેસમાં સીબીઆઈએ નોંધી પહેલી FIR, ગુજરાત પોલીસ પાસેથી મેળવશે કેસ ડાયરી
NEET ગેરરીતિ મુદ્દે કોંગ્રેસના કાર્યકરોના આક્રમક દેખાવો, ભાજપના કાર્યાલયને જ તાળું મારી દીધું
એર ઈન્ડિયાના હેડ રહ્યાં, પેપર લીક વિવાદ વચ્ચે હવે NTAની કમાન સંભાળશે, કોણ છે પ્રદીપ સિંહ ખરોલા?