બિહાર વિધાનસભાનો મોટો નિર્ણય, 75% અનામત આપતું બિલ નિર્વિરોધ પસાર, 50%ની મર્યાદા તૂટી
આ પહેલા બિહારમાં નીતિશ કુમારની કેબિનેટે અનામતનો વિસ્તાર વધારવાની મંજૂરી આપી હતી
reservation bill passed in Bihar Assembly : બિહાર વિધાનસભામાંથી અનામત વધારવાનું બિલ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું છે. બિહાર સરકારે અનામતનો વ્યાપ 60 ટકાથી વધારીને 75 ટકા કરવાનો વિધાનસભામાં પ્રસ્તાવ મુક્યો હતો જે ધ્વનિ મત દ્વારા પસાર કરવામાં આવ્યો છે.
બિહાર સરકારે અનામતનો વ્યાપ વધારવાનો પ્રસ્તાવ વિધાનસભામાં મૂક્યો હતો
બિહારની નીતિશ સરકારે આજે વિધાનસભામાં અનામતનો વ્યાપ વધારવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જે સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો છે. આ બિલ મુજબ હવે બિહારમાં પછાત વર્ગો, અત્યંત પછાત વર્ગો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે 65% અનામતની જોગવાઈ છે. હાલમાં બિહારમાં આરક્ષણ મર્યાદા 50 ટકા છે. EWSને આનાથી અલગથી 10 ટકા અનામત મળતું હતું. હવે આ બિલ પસાર થવાથી 50 ટકાની અનામતની મર્યાદા તૂટી ગઈ છે. હવે બિહારમાં કુલ 65 ટકા અનામત મળશે. આ સિવાય EWS માટે 10 ટકા અનામત અલગ રહેશે. એટલે કે હવે અનામતનો વ્યાપ 60 ટકાથી વધીને 75 ટકા થયો છે. આ પહેલા બિહારમાં નીતિશ કુમારની કેબિનેટે અનામતનો વિસ્તાર વધારવાની મંજૂરી આપી હતી.
કોને કેટલી અનામત મળશે?
બિહાર વિધાનસભામાંથી અનામતનો વ્યાપ 50 ટકાથી વધારીને 65 ટકા કરવાના પ્રસ્તાવને સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી અત્યંત પછાત અને પછાત વર્ગને 30 ટકા અનામત મળતું હતું, પરંતુ નવી મંજૂરી મળ્યા બાદ તેમને 43 ટકા અનામતનો લાભ મળશે. એ જ રીતે અગાઉ અનુસૂચિત જાતિ વર્ગને 16 ટકા અનામત હતું જે હવે તેમને 20 ટકા મળશે. અનુસૂચિત જનજાતિ વર્ગને એક ટકા અનામત હતું જે હવે તેમને બે ટકા અનામતનો લાભ મળશે. આ સિવાય કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ આર્થિક રીતે પછાત જનરલ કેટેગરી (EWS) માટે 10 ટકા અનામત ઉમેરીને કુલ 75 ટકા કરવામાં આવ્યું છે.
વર્ગ | હાલ કેટલી અનામત | હવે પછી કેટલી અનામત |
અત્યંત પછાત | 18% | 25% |
પછાત વર્ગ | 12% |
18% |
અનુસૂચિત જાતિ | 16% | 20% |
અનુસૂચિત જનજાતિ | 1% | 2% |
EWS | 10% | 10% |