લોકસભા ચુંટણીમાં ૭૧૯૪ ઉમેદવારોએ રુપિયા ૧૬.૩૬ કરોડની ડિપોઝિટ ગુમાવી, કોંગ્રેસના ૫૧ અને ભાજપના ૨૮ ઉમેદવારો

માયાવતીના બસપાના સૌથી વધુ ૪૭૬ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી છે

ડિપોઝિટ પાછી મેળવવા કુલ મતોના ૬ઠ ભાગના મત મળવા જરુરી

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
લોકસભા ચુંટણીમાં ૭૧૯૪ ઉમેદવારોએ રુપિયા ૧૬.૩૬ કરોડની ડિપોઝિટ ગુમાવી,  કોંગ્રેસના ૫૧ અને ભાજપના ૨૮ ઉમેદવારો 1 - image


નવી દિલ્હી,૧૩ જૂન,૨૦૨૪,ગુરુવાર 

તાજેતરમાં યોજાયેલી લોકસભા ચુંટણીમાં કુલ ૮૩૬૦ ઉમેદવારોએ ચુંટણીમાં ઝંપલાવ્યું હતું. જેમાંથી ૭૧૯૪ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઇ છે. મતલબ કે ૮૬.૧ ટકા ઉમેદવારો પણ પોતાના લોકસભા ક્ષેત્રમાં પડેલા મતોના છ્ઠા ભાગના મત મેળવી શકયા ન હતા. ડિપોઝિટ થયેલી રકમની કુલ કિંમત ૧૬.૩૬ કરોડ છે.૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં કુલ ૮૦૫૪ ઉમેદવારો ચુંટણી મેદાનમાં હતા જેમાંથી ૬૯૨૩ની ડિપોેઝિટ જપ્ત થઇ હતી જેની રકમ ૧૫.૮૭ કરોડ હતી. કોંગ્રેસના ૫૧ અને ભાજપના ૨૮ ઉંમેદવારોની ડિપોઝિટ જપ્ત થઇ છે. યુપીમાં જબરદસ્ત પ્રદર્શન કરનારી સમાજવાદી પાર્ટીએ પણ ૧૦ ઉમેદવારોની ડિપોઝિટ ગુમાવી છે.  

લોકસભા ચુંટણીમાં ૭૧૯૪ ઉમેદવારોએ રુપિયા ૧૬.૩૬ કરોડની ડિપોઝિટ ગુમાવી,  કોંગ્રેસના ૫૧ અને ભાજપના ૨૮ ઉમેદવારો 2 - image૨૦૨૪ની લોકસભા ચુંટણીમાં સૌથી વધુ ડિપોઝિટ બહુજન સમાજવાદી પાર્ટીના ૪૭૬ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઇ છે. માયાવતીની બસપા પાર્ટી માટે લોકસભા ચુંટણીનું પરિણામ અત્યંત નિરાશાજનક રહયું છે. લોકસભાની લગભગ તમામ સીટો પર ઉમેદવારો ઉભા રાખવા છતાં સમખાવા એક પણ બેઠક મળી નથી. બસપાએ કોંગ્રેસ કરતા પણ વધુ ઉમેદવારો ચુંટણીમાં ઉભા રાખ્યા હતા.   આ રકમ હવે આરબીઆઇના સરકારી ખજાનામાં જમા કરવામાં આવશે. જન પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ મુજબ ભારતમાં લોકસભા ચુંટણી લડવા માટે ૨૫૦૦૦ રુપિયાની ડિપોઝિટ જમા કરાવવી પડે છે. 

ચુંટણી પંચે આ રકમ નકકી કરવાનું કારણ ઉમેદવારો ગંભીરતાથી ચુંટણીના મેદાનમાં ઝંપલાવે અને બીન જરુરી ઉમેદવારી ના થાય તે છે. પહેલા આ રકમ ૫૦૦૦ રુપિયા હતી પરંતુ ૨૦૦૯માં બિન અનામત બેઠકો પર રકમ વધારીને ૨૫૦૦૦ કરી છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ બેઠકો પરના ઉમેદવાર માટે ડિપોઝિટ રકમ ૫૦ ટકા એટલે કે ૧૨૫૦૦ નકકી કરવામાં આવી છે. વિધાનસભા બેઠકમાં ઉમેદવારી માટે ડિપોઝિટ ૧૦૦૦૦ જયારે અનામત સીટ માટે ૫૦૦૦ રુપિયા છે. 


Google NewsGoogle News