ભારતમાં ૭૧૮ હિમ દિપડા, પ્રથમવાર કરવામાં આવી ગણતરી
હિમ દિપડા અંદાજે ૧૦૭૫૯૪ ચોરસ કિમી વિસ્તારને આવરી લે છે.
રિપોર્ટંમાં જણાવ્યા અનુસાર લડાખમાં સૌથી વધુ ૪૭૭ દિપડા
નવી દિલ્હી,૩૦ જાન્યુઆરી,૨૦૨૪,મંગળવાર
ભારતમાં દિપડાની સંખ્યામાં વધારો થયો છે સાથે હિમ દિપડાની સંખ્યા પણ વધીને ૭૧૮ થઇ છે. ભારતમાં પર્યાવરણ મંત્રાલય દ્વારા દિપડાની વસ્તી અંગે જાણકારી મેળવવા એક સમિતિ રચવામાં આવી હતી. સ્નો લેપર્ડ પોપ્યુલેશન એસેસમેંટ ઇન્ડિયા અનુસાર હિમ દિપડા અંદાજે ૧૦૭૫૯૪ ચોરસ કિમી વિસ્તારને આવરી લે છે. જેમાં લડાખ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલપ્રદેશ, સિકિકમ અને અરુણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. આ અહેવાલમાં વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૩ સુધીના ડેટાનો સમાવેશ થાય છે. આ માટે કુલ ૧૩૪૫૦ કિમી વિસ્તારનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું.
જયારે અંદાજે ૧૯૭૧ સ્થાનો પર કેમેરા લગાવવામાં આવ્યા હતા. સ્નો દિપડાનો રહેવાસ અંદાજે ૯૩૩૯૨ ચોરસ કિમી વિસ્તારનો સમાવેશ થાય છે. જેનો ઉપસ્થિતિ વિસ્તાર ૧૦૦૮૪૧ ચોરસ કિમી માનવામાં આવે છે.રિપોર્ટંમાં જણાવ્યા અનુસાર લડાખમાં ૪૭૭, ઉત્તરાખંડમાં ૧૨૪.હિમાચલપ્રદેશમાં ૧૫૧, અરુણાચલપ્રદેશમાં ૩૬ સિકિકમમાં ૨૧ અને જમ્મુ કાશ્મીરમાં ૯ સંખ્યા છે. આ ઉપરાંત સ્નો લેપર્ડ ટ્રસ્ટ અનુસાર ૨ મિલિયન કિલોમીટર ચોરસ કિમી માનવામાં આવે છે. હિમ દિપડા અંગેની પ્રથમ વાર આ પ્રકારની અધિકૃત માહિતી બહાર પાડવામાં આવી છે. કેટલાક વન્ય નિષ્ણાતોનું માનવું છે કે હજુ પણ ૩ થી ૬ હજાર જેટલા હિમ દિપડા હોવાની શકયતા છે જેને આવરી શકાયા નથી.