૫ કિલો વજન ધરાવતી જરીપુરાણી ૭૦૦૦ રાયફલોના નાશ કરાશે, થ્રી જીરો થ્રી એ વિશ્વયુધ્ધમાં મચાવેલો કાળો કેર

૩૦૩ કેલિબર લી એનફિલ્ડ રાયફલ બ્રિટનના કારખાનામાં તૈયાર થતી હતી

છેલ્લે ૧૯૬૨માં ચીન સાથેના યુધ્ધમાં થ્રી જીરો થ્રીનો ઉપયોગ થયો હતો

Updated: Nov 18th, 2023


Google NewsGoogle News
૫ કિલો વજન ધરાવતી જરીપુરાણી ૭૦૦૦ રાયફલોના નાશ કરાશે, થ્રી જીરો થ્રી એ વિશ્વયુધ્ધમાં મચાવેલો કાળો કેર 1 - image


નવી દિલ્હી,૧૮ નવેમ્બર,૨૦૨૩,શનિવાર 

બ્રિટીશ શાસન દરમિયાન ભારેખમ ૩૦૩ રાઇફલો જે પોલીસ ફોર્સનો ભાગ રહી હતી. આ રાયફલો હવે નિકાલ કરવાનું નકકી કર્યુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હી પોલીસે કમ સે કમ ૭૦૦૦ થી વધુ હથિયારો હટાવી લેવાની તૈયારીઓ શરુ કરી છે. આ હથિયારને થ્રી જીરો થ્રી રાયફલ પણ કહેવામાં આવે છે. થ્રી જીરો થ્રી નો ઉપયોગ ઘણા સમયથી બંધ થઇ ગયો હતો. હવે તેને નષ્ટ કરવાની તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે.

૩૦૩ કેલિબર લી એનફિલ્ડ રાયફલ શરુઆતમાં બ્રિટનના શસ્ત્ર નિર્માણ કારખાનામાં બની હતી. પ્રથમ અને બીજા વિશ્વયુધ્ધમાં તેનો મોટા પાયા પર ઉપયોગ શરુ થયો હતો. એક જમાનામાં થ્રી જીરો થ્રી એ કાળો કેર વરતાવ્યો હતો. લાખો લોકોના જીવ લેનારી રાયફલથી લડવૈયાઓ પણ ડરતા હતા. ભારતમાં થ્રી જીરો થ્રીનો ઉપયોગ  ૧૯૬૨ના યુધ્ધમાં  થયો હતો.

ત્યાર પછી આ હથિયાર પોલીસ બળને સોંપી દેવામાં આવ્યું હતું. થ્રી જીરો થ્રીનું વજન ૫ કિલો જેટલું છે. હથિયારોના નાશ માટેની પ્રક્રિયા ઘણી લાંબી છે. આ પ્રક્રિયા હેઠળ રાયફલના દરેક ભાગને કાપીને નાશ કરવામાં આવે છે. પહેલા તેના બેરલ અને બીજા કેટલાક ભાગોને દૂર કરવામાં આવે છે. આ કાળજી રાખવાનું કારણ હથિયારનો ફરી ઉપયોગ ના થાય તે છે. ત્યાર પછી હથિયારોને લોખંડથી પિગળાવવામાં આવે છે. ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિતના રાજયોની પોલીસ ૩૦૩ રાયફલનો ઉપયોગ બંધ કરી ચુકી છે. 


Google NewsGoogle News