મિઝોરમમાં મુશળધાર વરસાદના કારણે પથ્થરની ખાણ ધસી પડી, 10 લોકોના મોત, બચાવકાર્ય ચાલુ

Updated: May 28th, 2024


Google NewsGoogle News
મિઝોરમમાં મુશળધાર વરસાદના કારણે પથ્થરની ખાણ ધસી પડી, 10 લોકોના મોત, બચાવકાર્ય ચાલુ 1 - image


Mizoram stone quarry collapsed : મિઝોરમની રાજધાની આઈઝોલમાં એક મોટી દુર્ઘટના બની છે. અહીં ભારે વરસાદને કારણે એક પથ્થરની ખાણ ધસી ગઈ છે. આ ગંભીર દુર્ઘટનામાં 10 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે અનેક લોકો દટાયાની આશંકા લગાવાઈ રહી છે. હાલ પોલીસકર્મીઓ બચાવ કાર્યમાં લાગેલા છે. ભારે વરસાદને કારણે નદીઓના સ્તરમાં પણ વધારો થયો છે. નદી કિનારે રહેતા લોકોને ઘર છોડીને સલામત સ્થળે જવું પડ્યું છે.

હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે ફસાયાની આશંકા

મિઝોરમના આઈઝોલ જિલ્લામાં ભારે વરસાદના પગલે એક પથ્થરની ખાણનો કાટમાળ ધસી ગયો છે. જેના નીચે દટાઈ જવાથી ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે. આ આંકડો પણ વધી શકે છે. મળતી માહિતી મુજબ હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે. હાલ રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જો કે ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે રાહત કાર્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વરસાદને કારણે શાળાઓમાં રજા

આઈઝોલમાં ભારે વરસાદને કારણે વિવિધ વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટના બની છે. હંથરમાં નેશનલ હાઈવે-6 પર ભૂસ્ખલનને કારણે આઈઝોલ દેશના અન્ય ભાગોથી છુટુ પડી ગયું છે. વરસાદના કારણે હાલની સ્થિતિને જોતા તમામ શાળાઓ રજા જાહેર કરી દેવામાં આવી છે.

મિઝોરમમાં મુશળધાર વરસાદના કારણે પથ્થરની ખાણ ધસી પડી, 10 લોકોના મોત, બચાવકાર્ય ચાલુ 2 - image


Google NewsGoogle News