વરસાદે પાડોશી રાજ્યને ધમરોળ્યું, કિલ્લાની દીવાલ ધરાશાયી થતાં 7 લોકોના કમકમાટીભર્યા મોત

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
વરસાદે પાડોશી રાજ્યને ધમરોળ્યું, કિલ્લાની દીવાલ ધરાશાયી થતાં 7 લોકોના કમકમાટીભર્યા મોત 1 - image


Rajgarh Fort Wall Collapsed In Madhya Pradesh: મધ્ય પ્રદેશના દતિયા જિલ્લામાં ભારે વરસાદને કારણે રાજગઢ કિલ્લાની દીવાલ ધરાશાયી થઈ હતી. આ અકસ્માતમાં 9 લોકો દટાયા હતા. જેમાં 7 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે 2 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. આ ઘટનાની જાણ થતાં વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. લોકોએ આ અકસ્માતને લઈને પ્રશાસન પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેઓનું કહેવું છે કે, 'માહિતી મળ્યા બાદ પણ વહીવટીતંત્ર 4 કલાક સુધી બચાવ કામગીરી કરી શક્યું નથી.'

એક જ પરિવારના નવ સભ્યો કાટમાળ નીચે દટાયા

દતિયા જિલ્લામાં 10મી સપ્ટેમ્બરથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે આજે (12મી સપ્ટેમ્બર) ખલકાપુરા વિસ્તારમાં રાજગઢ કિલ્લાની દીવાલ ધરાશાયી થઈ હતી. દીવાલનો કાટમાળ કાચા મકાનો અને તેની નીચે બનેલા ઝૂંપડાઓ પર પડ્યો હતો. નિરંજન વંશકર અને તેમની બહેનના પરિવારના નવ સભ્યો કાટમાળ નીચે દટાયા હતા. આ અકસ્માત થતાં જ આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નજીકમાં હાજર લોકોએ કાટમાળમાંથી લોકોને બહાર કાઢવાનું શરુ કર્યું હતું. આ દરમિયાન લોકોએ આક્ષેપ કર્યો હતો કે આ ઘટના અંગે જિલ્લા વહીવટીતંત્રનું વલણ બેદરકારીભર્યું હતું.

વહીવટી તંત્રએ કોઈ કાર્યવાહી કરી ન હતી

છેલ્લા ત્રણ દિવસ સુધી સતત વરસાદ બાદ પણ વહીવટી તંત્રએ જર્જરિત મકાનોની તપાસ કરી નથી. લોકોનો આરોપ છે કે, પીડિતાના પરિવારજનોએ આ અંગે પ્રશાસનને જાણ કરી હતી. પરંતુ અધિકારીઓ અને કર્મચારીઓ લગભગ ત્રણ કલાક બાદ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઘટનાના 4 કલાક બાદ પણ કોઈ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી નથી. જ્યાં લોકોને દફનાવવામાં આવ્યા હતા ત્યાં સુધી પહોંચવાનો રસ્તો પણ સાંકડો છે. આ બાબતે અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલમાં અમે કેમેરામાં કંઈ કહી શકીએ તેમ નથી.

દતિયાના કલેક્ટર સંદીપ માકિને આ ઘટના પર શોક વ્યક્ત કરતાં કહ્યું કે, 'મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.'

વરસાદે પાડોશી રાજ્યને ધમરોળ્યું, કિલ્લાની દીવાલ ધરાશાયી થતાં 7 લોકોના કમકમાટીભર્યા મોત 2 - image



Google NewsGoogle News