Get The App

વધુ એક વાવાઝોડું તબાહી મચાવશે! 9 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, ગુજરાતમાં હવામાન કેવું રહેશે?

Updated: Nov 7th, 2024


Google NewsGoogle News
વધુ એક વાવાઝોડું તબાહી મચાવશે! 9 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, ગુજરાતમાં હવામાન કેવું રહેશે? 1 - image


Weather Update: દિવાળી બાદ દેશભરમાં હવામાનમાં પલટો આવ્યો છે. સમગ્ર ભારતમાં ઠંડીએ તેની અસર દેખાવાનું શરૂ કરી દીધું છે. આ દરમિયાન બંગાળની ખાડીમાં સાયક્લોનિક સરક્યુલેશન બની રહ્યું છે, જેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને દરિયાકાંઠાના રાજ્યોમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. 

આ રાજ્યોમાં 12 નવેમ્બર સુધી વરસાદનું એલર્ટ જાહેર

હવામાન વિભાગે દક્ષિણ ભારત અને ઉત્તર ભારતના રાજ્યોમાં 12 નવેમ્બર સુધી વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. સાયક્લોનિક સરક્યુલેશનના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને ચક્રવાત બનશે, જેના કારણે કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, પુડુચેરી, મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, આંદામાન નિકોબાર ટાપુઓમાં 12 નવેમ્બર સુધી તોફાની પવનો ફૂંકાઈ શકે છે. તેમજ ભારે વરસાદની પણ શક્યતા છે. મણિપુરના કેટલાક વિસ્તારોમાં કરા પડી શકે છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે.

ગુજરાતમાં હવામાન કેવું રહેશે?

હાલ ગુજરાતમાં બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જેમાં દિવસ દરમિયાન લોકો ગરમીથી હેરાન છે તો રાતે થોડી ઠંડી અનુભવે છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી રહી શકે છે. 

આ પણ વાંચો: કલમ 370 મુદ્દે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં હોબાળો, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી, ઝપાઝપી

આ સ્થળોએ સૌથી વધુ તાપમાન રહેવાની શક્યતા

રાજ્યમાં એવા ઘણા વિસ્તારો છે જ્યાં સૌથી વધુ તાપમાન રહેવાની શક્યતા છે. ઉદાહરણ તરીકે, ડીસામાં તાપમાન 39.1 ડિગ્રી, રાજકોટમાં 38.8, વલ્લભ વિદ્યાનગરમાં 37.5, સુરેન્દ્રનગરમાં 37.5, ભુજમાં 37.3, વેરાવળમાં 37.2 ડિગ્રીની આસપાસ રહી શકે છે. જ્યારે કંડલા પોર્ટ 36.6, સુરત 36.5, અમદાવાદ 36.4, નલિયા 36.4, અમરેલી 36, પોરબંદર 36, ભાવનગર 35.7, મહુવા 35.6, કેશોદ 35.6, વડોદરા 35.2, દ્વારકા 34.3.35 ડિગ્રી રહેશે.

આ સ્થળો પર પડી શકે છે ઠંડી 

જ્યારે રાજ્યમાં ગાંધીનગરમાં 19.3 ડિગ્રી, મહુવામાં 19.6 ડિગ્રી, વડોદરામાં 20.2 ડિગ્રી, નલિયામાં 20.4 ડિગ્રી, કેશોદમાં 20.4 ડિગ્રી, રાજકોટમાં 21.2 ડિગ્રી, પોરબંદરમાં 21.6 ડિગ્રી, ડીસામાં 21.9 ડિગ્રી, અમદાવાદમાં 2.2 ડિગ્રી, સુરતમાં 2.2 ડિગ્રી. ભાવનગરમાં 22.9, વલ્લભ વિદ્યાનગરમાં 23.5, ભુજમાં 23.6, સુરેન્દ્રનગરમાં 24.2, વેરાવળમાં 24.7, દ્વારકામાં 25, કંડલા પોર્ટમાં 25.5, ઓખામાં 27.2ની આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે.

વધુ એક વાવાઝોડું તબાહી મચાવશે! 9 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, ગુજરાતમાં હવામાન કેવું રહેશે? 2 - image


Google NewsGoogle News