Get The App

અહો! આશ્વર્યમ: ઉત્તરાખંડમાં સાત માસનું બાળક થયું પ્રેગનન્ટ, જાણો શું છે ઘટના

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
New born baby



Uttarakhand News : ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક સાત માસના બાળકના પેટમાં ગર્ભ હોવાનું સામે આવ્યું છે. બાળકના સતત વધતા પેટને જોઇ તેના પરિજનો ચિંતિત થયા હતા. જે પછી તેઓ બાળકને ચેકઅપ માટે હોસ્પિટલ લઇ ગયા હતા, જ્યાં બાળકના પેટમાં ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. ડોક્ટરોએ ઓપરેશન કરી બાળકના પેટમાંથી ગર્ભ નીકાળી દીધું છે અને હાલ બાળક સ્વસ્થ છે. ડોક્ટર મુજબ આ પ્રકારની ઘટનાને 'ફીટસ-ઇન-ફીટૂ' કહેવામાં આવે છે, જે લાખોમાંથી એક બાળકને થાય છે.

શું છે સમગ્ર ઘટના?

દેહરાદૂનના સ્વામી રામ હિમાલયન મેડિકલ કોલેજમાં એક દુર્લભ કેસ આવ્યું હતું. જેમાં એક સાત માસના બાળકનું પેટ અચાનક વધવા લાગતા તેના પરિજનો તેને હોસ્પિટલ ચેકઅપ કરાવવા લાવ્યા હતા. શરૂઆતમાં ડોક્ટરને બાળકના પેટમાં અસામાન્ય ગાંઠ હોવાની શંકા થઇ હતી. જો કે, એકસ-રે રિપોર્ટથી બાળકના પેટમાં ગર્ભ હોવાની વાત સામે આવી હતી. જે બાદ બાળકનું ઓપરેશન કરી ગર્ભને દુર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ સ્કૂલ, કોલેજ, ઈન્ટરનેટ બંધ... યુપી, બિહાર, રાજસ્થાન સહિત અનેક રાજ્યો દલિત સંગઠનોએ માથે લીધા

ડોક્ટરે શું કહ્યું?

બાળકનું ઓપરેશન કરનારા ડોક્ટરે આ અંગે કહ્યું કે, 'આ એક અતિ દુર્લભ કેસ હતું. મેડિકલ ભાષામાં આને ફીટસ-ઇન-ફીટૂ કહેવામાં આવે છે. બાળકના એક્સ-રે રિપોર્ટ પરથી અમને બાળકના પેટમાં ગર્ભ હોવાની જાણ થઇ હતી, જે બાદ અમે બાળકના માતા-પિતાને આ અંગે માહિતી આપી બાળકનું સફળ ઓપરેશન કર્યું હતું. હાલ બાળક સ્વસ્થ છે. આ દુર્લભ ઘટના લાખો બાળકમાંથી એક સાથે થાય છે. સામાજિક કારણોસર બાળક અને તેના પરિવારની માહિતી ગુપ્ત રાખવામાં આવી છે.'

આ પણ વાંચોઃ ગલતી સે મિસ્ટેક...! જ્યારે ભારત બંધ વખતે પોલીસે SDO પર જ દંડાવાળી કરી દેતાં જોવા જેવી થઈ

શું હોય છે ફીટસ-ઇન-ફીટૂ?

ડોક્ટરના જણાવ્યા મુજબ, ફીટસ-ઇન-ફીટૂ ગર્ભ વિકાસની એક અત્યંત અસામાન્ય ઘટના છે. જેમાં સ્ત્રીમાં ગર્ભ વિકાસ સમયે કોઇ અજાણ કારણસર એક ગર્ભની અંદર બીજું ગર્ભ વિકસિત થવાં લાગે છે. આ ગર્ભ પરોપજીવીની જેમ મૂળ ગર્ભમાં વિકસે છે. અલટ્રાસાઉન્ડના ઉપયોગથી આની જાણ માતાના ગર્ભમાં જ થઇ શકે છે. જો કે, મોટાભાગના કિસ્સાઓમાં આની જાણ બાળકના જન્મ પછી જ થાય છે. 


Google NewsGoogle News