હિમાચલમાં પોલીસ કર્મચારીઓ ભરેલી સુમો કાર પહાડ પરથી ખીણમાં ખાબકી, 7ના મોત, 3 ઈજાગ્રસ્ત
ચંબા જિલ્લામાં તીસાથી બૈરાગઢ રોડ પર પોલીસ કર્મચારીઓની સુમો કાર પહાડી પરથી ખીણમાં ખાબકી
ધર્મશાળા, તા.11 ઓગસ્ટ-2023, શુક્રવાર
હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં આજે શુક્રવારે એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમા છ પોલીસ કર્મચારીઓ સહિત સાત લોકોના મોત થયા છે. જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે શુક્રવારે હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં તીસાથી બૈરાગઢ રોડ પર જતા પોલીસ કર્મચારીઓથી ભરેલી સુમો કાર પહાડી પરથી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં સાત લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે ત્રણ લોકો ઘાયલ છે. એસડીએમ જોગીન્દ્ર પટિયાલે જણાવ્યું કે 6 પોલીસ કર્મચારીઓ સહિત 7 લોકોના મોત થયા છે. ત્રણ ઘાયલોને મેડીકલ કોલેજમાં રીફર કરવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં ટીસા ખાતે સારવાર હેઠળ છે.
મૃતકોની ઓળખ
- સબ-ઇન્સ્પેક્ટર રાકેશ ગૌરા
- હેડ કોન્સ્ટેબલ પ્રવીણ ટંડન
- કોન્સ્ટેબલ કમલજીત
- કોન્સ્ટેબલ સચિન રાણા
- કોન્સ્ટેબલ અભિષેક
- કોન્સ્ટેબલ લક્ષ્ય મોંગરા
- ડ્રાઇવર ચંદુ રામ