IRCTC કરાવી રહ્યું છે 7 જ્યોર્તિર્લિંગોની સાથે રામલલાના દર્શન, આવી રીતે બુક કરી શકશો ટૂર પેકેજ
IRCTC દ્વારા આ વખતે તમને અયોધ્યાથી લઈને પ્રયાગરાજ, શૃંગવેરપુર, ચિત્રકૂટ, વારાણસી, ઉજ્જૈન અને નાસિકની સફર કરાવી રહ્યું છે
Image Railway |
IRCTC Tour Package : આઈઆરસીટીસી દ્વારા આ વખતે 7 જ્યોતિર્લિંગના દર્શન માટે ટૂર પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. અયોધ્યાથી લઈને નાસિક, વારાણસી સહિત કેટલાક ધાર્મિક સ્થળો માટે IRCTC દ્વારા એક ટૂર પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આવો તેના વિશે વિગતે જાણીએ.
આ જગ્યા પર કરાવવામાં આવશે દર્શન
IRCTC દ્વારા આ વખતે તમને અયોધ્યાથી લઈને પ્રયાગરાજ, શૃંગવેરપુર, ચિત્રકૂટ, વારાણસી, ઉજ્જૈન અને નાસિકની સફર કરાવવા જઈ રહ્યા છે. આ ટૂર પેકેજની શરુઆત 5 ફેબ્રુઆરીએ થશે. આ પ્રવાસ નવ રાત્રી અને 10 દિવસ માટે છે તેમજ આ પેકેજની શરુઆત રાજકોટથી થશે.
સ્લીપર ક્લાસમાં પ્રતિ વ્યક્તિ 20,500 રુપિયા ભાડું
જો તમે સ્લીપર ક્લાસમાં પ્રવાસ કરો તો પ્રતિ વ્યક્તિ 20,500 રુપિયા ભાડું આપવાનું રહેશે, તેમજ જો તમે થર્ડ ક્લાસમાં પ્રવાસ કરો છો તો પ્રતિ વ્યક્તિ 33,000 હજાર રુપિયા ભાડું ચૂકવવાનું રહેશે.
સેકન્ડ એસી ક્લાસમાં પ્રતિ વ્યક્તિ 46,000 રુપિયા ભાડું
જ્યારે સેકન્ડ એસી ક્લાસમાં જો પ્રવાસ કરો છો તો, પ્રતિ વ્યક્તિ 46,000 રુપિયા ભાડું આપવાનું રહેશે. આ ઉપરાંત વધુ માહિતી માટે તમારે આઈઆરસીટીસીની વેબસાઈટ irctctourism.com પર જવાનું રહેશે, અને ત્યાથી બુકિંગ કરાવવાનું રહેશે.