રાજકીય પક્ષોની કુલ આવકમાંથી 69 ટકા આવક અજાણ્યા સ્ત્રોતથી મળી : કેન્દ્રનો સુપ્રીમમાં જવાબ

ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા મળતું દાન અજાણ્યા સ્ત્રોતમાં ગણવામાં આવે છે

Updated: Nov 4th, 2023


Google NewsGoogle News
રાજકીય પક્ષોની કુલ આવકમાંથી 69 ટકા આવક અજાણ્યા સ્ત્રોતથી મળી : કેન્દ્રનો સુપ્રીમમાં જવાબ 1 - image


ADR report on donation to political party : રાજકીય પક્ષોને મળતા દાનને લઈને ફરી એક વખત ચર્ચા શરુ થઇ ગઈ છે. હકીકતે ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા મળતું દાન અજાણ્યા સ્ત્રોતમાં ગણવામાં આવે છે એટલે કે દાન આપનારની જાણકારી જાહેર કરાતી નથી. રીપોર્ટ અનુસાર, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે નાણાંકીય વર્ષ 2004-05 થી 2014-15 વચ્ચેના અગિયાર વર્ષ દરમિયાન રાજકીય પક્ષોની આવકનો 69 ટકા હિસ્સો અજાણ્યા સ્ત્રોતથી આવ્યો છે. 

ADR રીપોર્ટ શું કહે છે ?

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના અહેવાલમાં 2004-05 અને 2014-15 દરમિયાન ચૂંટણી બોન્ડ યોજના રજૂ કરવામાં આવી તે પહેલા રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોના ભંડોળના સ્ત્રોતોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. સોલિસિટર જનરલે કોર્ટ સમક્ષ આ ADR રિપોર્ટના મુખ્ય મુદ્દાઓની રૂપરેખા આપી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય પક્ષોને રૂ. 6,612.42 કરોડની આવક અને પ્રાદેશિક પક્ષોને રૂ. 1220.56 કરોડની આવક અજાણ્યા સ્ત્રોતોમાંથી મળી હતી.

આ અહેવાલમાં આવકની વિગતો પક્ષો દ્વારા ચૂંટણી પંચને સોંપવામાં આવેલા દાનની વિગતોના આધારે આ રિપોર્ટમાં અજાણ્યા સ્ત્રોત IT રિટર્નમાં જાહેર કરાયેલ આવક છે, પરંતુ 20,000 રૂપિયાથી ઓછા દાન માટે આવકનો સ્ત્રોત જણાવવામાં આવ્યો નથી. આવા સ્વૈચ્છિક યોગદાનના દાતાઓની વિગતો  સાર્વજનિક રીતે ઉપલબ્ધ નથી.

20,000થી ઓછું દાન એટલે અજાણ્યા સ્ત્રોત 

સોલિસિટર જનરલ  તુષાર મહેતાએ અજ્ઞાત સ્ત્રોતો શું છે તે ઉદાહરણ દ્વારા કોર્ટ સમક્ષ વિગતવાર સમજાવ્યું. તેમણે કહ્યું કે રાજકીય પક્ષો ઘણા દાતાઓ પાસેથી 20,000 રૂપિયાથી ઓછાનું દાન લઈ શકે છે, જે 'અજાણ્યા સ્ત્રોતો' હેઠળ આવશે. રાજકીય પક્ષોએ એક સમયે 20,000 રૂપિયાથી ઓછું યોગદાન આપનારા દાતાઓની ઓળખ જાહેર કરવાની જરૂર નથી. 

સોલિસિટર જનરલ (SG) એ કહ્યું, 'દરેક રાજકીય પક્ષને પણ કાયદેસરના પૈસાની જરૂર હોય છે કારણ કે તેમને રેલીઓ વગેરે માટેનો ખર્ચ દર્શાવવો પડે છે. તેઓ આ કેવી રીતે કરે છે? એક રાજકીય પક્ષ તરીકે મેં 100 કરોડ રૂપિયા ભેગા કર્યા છે અને કહ્યું છે કે આટલા લોકોએ મને 19000 રૂપિયા આપ્યા છે, જો તે 20000 રૂપિયાથી ઓછા છે તો તેની ઓળખ જાહેર થઇ શકતી નથી. તેથી આ રકમ અજાણ્યા સ્ત્રોત તરીકે જણાવી શકાય છે. કથિત રૂપે 19000 રૂપિયા આપનારા લોકો પાસેથી મળેલા પૈસા માટે કાયદા હેઠળ કોઈ રેકોર્ડની જરૂર નથી અને આ રકમ 69% જેટલી છે.


Google NewsGoogle News