Get The App

દેશમાં છેલ્લા 24 કલાકમાં 656 નવા કોરોનાના કેસ, 1 દર્દીનું મોત, જાણો નવા વેરિયન્ટના કેટલા કેસ નોંધાયા

દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના નવા કેસ વધવા લાગ્યા

સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને

Updated: Dec 24th, 2023


Google NewsGoogle News
દેશમાં છેલ્લા 24 કલાકમાં 656 નવા કોરોનાના કેસ, 1 દર્દીનું મોત, જાણો નવા વેરિયન્ટના કેટલા કેસ નોંધાયા 1 - image

Covid Cases in India: દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ સક્રિય થયો છે. પાછલા થોડા દિવસો માટે કોરોના શાંત પડી ગયો હતો, પરંતુ હવે પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે અને તેની સંખ્યામાં વધારો થતો જવા મળી રહ્યો છે. સંક્રમણ એક રાજ્યથી બીજા રાજ્યમાં ફેલાઈ રહ્યું છે. ત્યારે ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 656 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.

કોરોનાના નવા વેરિયન્ટ JN.1ના 22 કેસ નોંધાયા

કોરોનાના નવા વેરિયન્ટ JN.1 ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે. તેને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ ચેતાવણી આપી છે. દેશમાં અત્યાર સુધીમાં નવા વેરિયન્ટના 22 કેસ નોંધાય છે. તાજેતરમાં કેરળમાં JN.1થી સંક્રમિત બે લોકોના મોત થયા હતા. આ અંગે દક્ષિણના રાજ્યોમાં એલર્ટ જહેર કર્યું છે. આ સાથે કેરળના પડોશી રાજ્ય કર્ણાટકની સરકારે પણ નવા વેરિયન્ટ JN.1ને લઈને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને હોસ્પિટલોમાં જરૂરી તૈયારીઓ માટે સૂચનાઓ આપી હતી.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 50 બેડનો અલાયદો વોર્ડ તૈયાર 

ગુજરાતમાં ગઈકાલે જાહેર કરાયેલા આંકડા અનુસાર,  છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક વધીને હવે 44 થઈ ગયો છે અને 1 દર્દી કોરોનાથી સાજો થયો છે. સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને છે. રાજ્યમાં ' અત્યારસુધી કોરોનાના કુલ 12,91, 515 કેસ નોંધાઈ ચૂક્યા છે અને તેમાંથી 12,80, 391 દર્દી સાજા થયા છે અને 11080 મૃત્યુ પામ્યા છે. હાલ કોરોનાના મોટાભાગના દર્દી હોમ આઈસોલેશન હેઠળ સારવારમાં છે. આમ છતાં તકેદારીના ભાગરૂપે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં 50 બેડનો અલાયદો વોર્ડ તૈયાર રાખવામાં આવેલો છે.


Google NewsGoogle News