બિહારમાં ડેન્ગ્યુનો હાહાકાર! સપ્ટેમ્બરમાં નોંધાયા 6 હજારથી વધુ કેસ

આ વર્ષમાં બિહારમાં અત્યાર સુધીમાં કુલ ડેન્ગ્યુના 6,421 કેસ નોંધાયા

Updated: Oct 1st, 2023


Google NewsGoogle News
બિહારમાં  ડેન્ગ્યુનો હાહાકાર! સપ્ટેમ્બરમાં નોંધાયા 6 હજારથી વધુ કેસ 1 - image


Dengue outbreak in Bihar : બિહારમાં ડેન્ગ્યુએ  હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં ડેન્ગ્યુના ચિંતાજનક આંકડાઓ આરોગ્ય વિભાગે જાહેર કર્યા છે. આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ, સપ્ટેમ્બર મહિનામાં જ બિહારમાં ડેન્ગ્યુના 6,146 કેસ નોંધાયા હતા, જે  છેલ્લા પાંચ વર્ષમાં નોંધાયેલ કેસમાં સૌથી વધુ છે. રાજ્યમાં આ વર્ષે કુલ ડેન્ગ્યુના  6,421 કેસ નોંધાયા, જેમાંથી  6,146 એકલા સપ્ટેમ્બરમાં સામે આવ્યા છે.

કેટલો ખતરનાક છે DEN-2 વેરિયન્ટ ?  

ડેન્ગ્યુ તાવમાં પ્લેટલેટ કાઉન્ટની સંખ્યામાં ઘટાડો એ મુખ્ય લક્ષણ છે પરંતુ DEN-2 વેરિઅન્ટમાં દર્દીઓ શોક સિન્ડ્રોમથી વધુ પીડાય ( patients suffer more from shock syndrome in DEN-2 variant) છે અને બ્લડ પ્રેશરમાં ઘટાડો, નબળાઈ અને ચક્કર આવે છે. આ સ્થિતિમાં ડેન્ગ્યુ તાવ ઓછો તથા બાદ પણ દર્દીએ ઓછામાં ઓછા પાંચ દિવસ સુધી સ્વાસ્થ્યની તપાસ કરાવવી જરુરી છે.

ડેન્ગ્યુ ક્યારે ફેલાય છે?

ડેન્ગ્યુનું સંક્રમણ DEN-1, DEN-2, DEN-3 અને DEN-4 વાયરસ દ્વારા ફેલાય છે. આ ચાર વાયરસ સેરોટાઈપ કહેવામાં આવે છે કારણકે આ ચારોમાં અલગ-અલગ રીતે એન્ટિબોડીને અસર કરે છે જેમાં તમે જુદા-જુદા સ્ટ્રેન્સ સાથે ચારવાર પણ ડેન્ગ્યુથી સંક્રમિત થઈ શકો છે. ચોમાસાની રુતુ બાદ ડેન્ગ્યુના કેસોમાં (Dengue cases increase after the monsoon season) વધારો જોવા મળે છે જે શિયાળાની શરુઆત સુધી ચાલે છે.


Google NewsGoogle News