છેલ્લા 24 કલાકમા કોરોનાના 604 કેસ : ચાર લોકોનાં મોત
નવી દિલ્હી : ભારતમા છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના સંક્રમણના ૬૦૪ કેસ નોંધાયા છે, જ્યારે સારવારગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૪,૦૦૨ થઇ હોવાનું ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે. આ દરમિયાન ચાર દર્દીઓના મોત નિપજ્યાં છે જેમા કેરળમા બે, જ્યારે કર્ણાટક અને ત્રિપુરાના એક-એક દર્દીનો સમાવેશ થાય છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ૫ ડિસેમ્બર સુધીમાં કોરોનાના કેસની સંખ્યા ડબલ ડીઝીટમા પહોચી હતી. જો કે ઠંડી અને વાયરસના નવા વેરિયન્ટ જેએન-૧ ના કારણે સંખ્યા વધી રહી છે.૩૧ ડિસેમ્બરના રોજ કોરોનાગ્રસ્ત દર્દીની સંખ્યા ૮૪૧ નોંધાઇ હતી. કોરોનાગ્રસ્ત દર્દીઓમાંથી ૯૨ ટકા દર્દીઓ ઘરે રહીને જ સારવાર લઇ રહ્યાં છે. સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું કે જેએન-૧ વેરિયન્ટ ના કારણે કોરોના કેસમા વધારો થતો નથી કે હોસ્પિટલમા કોરોનાગ્રસ્ત દર્દીઓની દાખલ થવાની સંખ્યામાં વધારો થતો નથી.