પાકિસ્તાનની નાપાક હરકત! જમ્મુ-કાશ્મીરમાં 600 SSG કમાન્ડોની કરાવી ઘૂસણખોરી, પૂર્વ પોલીસ અધિકારીનો દાવો

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાનની નાપાક હરકત! જમ્મુ-કાશ્મીરમાં 600 SSG કમાન્ડોની કરાવી ઘૂસણખોરી, પૂર્વ પોલીસ અધિકારીનો દાવો 1 - image


Image Source: Twitter

Pakistan Infiltrated Jammu Kashmir: દુશ્મન દેશ પાકિસ્તાન દ્વારા ભારતની સુખ-શાંતિમાં એક વખત ફરીથી સેંધ લગાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનના સંભવિત ગુપ્ત ઓપરેશન (Pakistan Covert Operation) અંગે ચિંતા વધી છે. પાકિસ્તાન SSG કમાન્ડોએ મોટા પાયે ઘૂસણખોરી કરી છે. આ દાવો કાશ્મીરી કાર્યકર્તા અમઝદ અયૂબ મિર્ઝા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ DGP શેષ પોલ વેદે કર્યો છે. મિર્ઝાએ X પર એક પોસ્ટમાં દાવો કર્યો કે, પાકિસ્તાની SSGના જનરલ ઓફિસર કમાન્ડિંગ (જીઓસી) મેજર જનરલ આદિલ રહમાની મુઝફ્ફરાબાદથી એક આક્રમક યોજના બનાવી રહ્યા છે.

મિર્ઝાનો દાવો છે કે, લગભગ 600 SSG કમાન્ડોએ કુપવાડા ક્ષેત્ર અને જમ્મુ-કાશ્મીરના અન્ય સ્થળોએ ઘૂસણખોરી કરી છે. તેમનો દાવો છે કે,  સ્થાનીક જિહાદી સ્લીપર સેલ આ કમાન્ડોને આ ઓપરેશનમાં મદદ કરી રહ્યા છે. 

પાકિસ્તાનની નાપાક હરકત, ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ

એક અહેવાલ પ્રમાણે મિર્ઝાનો આરોપ છે કે, ભારતીય સેનાની 15 કોરને સામેલ કરવાના ઈરાદાથી ભારતીય ક્ષેત્રમાં થઈ રહેલા આ હુમલાનું નેતૃત્વ લેફ્ટનન્ટ કર્નલ શાહિદ સલીમ ઝંઝુઆ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, SSGની બે વધારાની બટાલિયન મુઝફ્ફરાબાદમાં તૈનાત છે જે જમ્મુ-કાશ્મીરના રસ્તે ભારતીય વિસ્તારમાં ઘૂસણખોરી કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, SSGના મેજર જનરલ આદિલ રહેમાની મુઝફ્ફરાબાદમાં છે. તે ભારત વિરુદ્ધ હુમલાનું કાવતરું ઘડી રહ્યો છે. લેફ્ટનન્ટ કર્નલ શાહિદ સલીમ ઝંઝુઆના નેતૃત્વમાં એક SSG બટાલિયન ભારતમાં પહેલાથી જ ઘૂસી ચૂકી છે. 

ફરી એક વખત કારગિલ જેવા યુદ્ધની આશંકા

પાકિસ્તાનની આ હરકતે ફરી એકવાર 1999ના કારગિલ યુદ્ધ જેવા સંઘર્ષની આશંકા ઉભી કરી છે. તે દરમિયાન લગભગ 5,000 પાકિસ્તાની સૈનિકોએ ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી હતી અને ત્યારબાદ મોટું યુદ્ધ છેડાઈ ગયુ હતું. તમને જણાવી દઈએ કે, પીર પંજાલ રેન્જ હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને POKમાં ફેલાયેલો એક વ્યૂહાત્મક વિસ્તાર છે, જે પોતાના પડકારરૂપ વિસ્તારના કારણે એક મહત્વપૂર્ણ વિસ્તાર બન્યો છે, જે ઘૂસણખોરોને સુરક્ષા પ્રદાન કરે છે.

મિર્ઝાના આ દાવાઓને જમ્મુ અને કાશ્મીરના પૂર્વ DGP શેષ પોલ વૈદે સમર્થન આપ્યું છે. તેમણે X પર એક વીડિયોમાં પુષ્ટિ કરી છે કે, પાકિસ્તાન આર્મી મેજર જનરલ આદિલ રહેમાની જમ્મુ-કાશ્મીરમાં આ હુમલાઓનું સંચાલન કરી રહ્યા છે. જાણી જોઈને વિસ્તારમાં ઘૂસણખોરી કરનારા લગભગ 600 SSG કમાન્ડોની હાજરી ફરી એક વાર યુદ્ધનો સંકેત આપી રહી છે. વૈદે એ પણ કહ્યું કે લેફ્ટનન્ટ કર્નલ શાહિદ સલીમ ઝંઝુઆ સ્થાનિક જેહાદી સમર્થકોની મદદથી સમર્થિત વિસ્તારની અંદર પોતાનું ઓપરેશન ચલાવી રહ્યો છે.

ભારતીય સેનાની પ્રતિક્રિયા

પાકિસ્તાનના આ કાયરતાપૂર્ણ હરકત બાદ ભારતીય સેના પણ એક્શનમાં આવી ગઈ છે. સેનાએ આ જાણકારી સામે આવ્યા બાદ પોતાના ગ્રામ સંરક્ષણ દળોને ફરીથી સક્રિય કરી દીધા છે અને ઓપરેશન સરપ વિનાશ 2.0 શરૂ કર્યું છે. વડા પ્રધાન કાર્યાલયની દેખરેખ અનેરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને આર્મી ચીફને સીધો રિપોર્ટ કરતા આ ઓપરેશનનો ઉદ્દેશ્ય પર્વતીય વિસ્તારોમાં છુપાયેલા આતંકવાદીઓ અને પાકિસ્તાની સૈનિકોનો ખાત્મો કરવાનો છે. વ્યૂહાત્મક સ્થળોને સુરક્ષિત કરવા અને બોર્ડર પરથી શક્ય તેટલા વિસ્તારોને નિશાન બનાવવા માટે સૈનિકોને 80 કિમીના દાયરામાં તેહનાત કરવામાં આવ્યા છે.


Google NewsGoogle News