Get The App

બે જૂથ વચ્ચે ધડાધડ 60 રાઉન્ડ ફાયરિંગથી દિલ્હી ધણધણી ઉઠ્યું! બાલ્કનીમાં ઉભેલી યુવતીને વાગી ગોળી

Updated: Oct 19th, 2024


Google NewsGoogle News
Delhi Firing



Delhi Firing : દેશના પાટનગર દિલ્હીમાં શનિવારે (19 ઓક્ટોબર) બે જૂથો વચ્ચેના ઝઘડામાં આડેધડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટના નોર્થ-ઇસ્ટ દિલ્હીના વેલકમ વિસ્તારમાં બની હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, લગભગ અસામાજિક તત્ત્વો દ્વારા 60 રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં બાલ્કનીમાં ઉભેલી એક 22 વર્ષીય યુવતીને ગોળી વાગી હોવાની માહિતી પણ સામે આવી છે. 

આંતરિક મતભેદના કારણે થયો ઝઘડો

મીડિયા અહેવાલ મુજબ, ગોળીબારીની આ ઘટના આંતરિક મતભેદના કારણે બની હતી. આ અંગે માહિતી મળતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો છે અને તપાસ શરૂ કરી છે. એક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, અમને નોર્થ-ઇસ્ટ દિલ્હીના વેલકમ વિસ્તારમાં ઝેડ 2 રાજા માર્કેટમાં ઝઘડા અને ગોળીબાર સંબંધિત માહિતી મળી હતી, સૂચના મળતા જ વરિષ્ઠ અધિકારીઓ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અમને ઘટનાસ્થળ પરથી અનેક ખાલી કારતૂસ મળ્યા હતા. આ ઘટનામાં ઇફરા નામની મહિલા ઘાયલ થઇ છે હાલ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ અમદાવાદમાં એક મહિનામાં ગુંડાગીરીના બન્યા ત્રણ મોટા બનાવ, પ્રજામાં ભયનો માહોલ, પોલીસ શું કરી રહી છે?

કેટલાક આરોપીઓ ઝડપાયા

અધિકારીએ વધુમાં જણાવ્યું કે, શરૂઆતી તપાસમાં સામે આવ્યું કે, જથ્થાબંધ કાપડના વેપારીઓ વચ્ચે પૈસાની બાબતે ઝઘડો શરૂ થયો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમ હાલ તપાસ કરી રહી છે. અમને ઘટના સ્થળેથી ખાલી કારતૂસ, જીવિત કારતૂસ સહિત કુલ 17 હથિયારો મળ્યા છે. હાલ આ ઘટનામાં સામેલ કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં જૂની અદાવતનો બદલો લેવો ભારે પડ્યો, ગણતરીના કલાકોમાં 2ની ધરપકડ



Google NewsGoogle News