Get The App

કંબોડિયામાં છેતરપિંડીના ધંધામાં ફસાયેલા વધુ 60 ભારતીય નાગરિકોને બચાવાયા, કુલ 360નો બચાવ, ભારત મોકલવાની તૈયારી

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
60 Indians Rescued


60 Indians Rescued Frome Cambodia : કંબોડિયામાં ભારતીય દૂતાવાસે 'X' પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'ફ્નોમ પેન્હમાં ભારતીય દૂતાવાસ ઘણા ભારતીય નાગરિકોના સંપર્કમાં છે, જેમણે અમારો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ કંબોડિયન સત્તાવાળાઓ દ્વારા 20 મેના રોજ જિનબેઈ-4 નામના સ્થળેથી બહાર કાઢવામાં આવ્યા હતા.'

ભારતીય દૂતાવાસે શું કહ્યું?

ભારતીય દૂતાવાસે કહ્યું કે, 'ભારતીય નાગરિકોને તાત્કાલિક પરત લાવવા માટે કંબોડિયન સત્તાવાળાઓ સાથે આ મામલો ઉચ્ચ સ્તરે ઉઠાવવામાં આવ્યો છે. કંબોડિયન સત્તાવાળાઓએ અમને જાણ કરી છે કે, લગભગ 60 ભારતીય નાગરિકોને આજે SHV દ્વારા ફ્નોમ પેન્હ લઈ જવામાં આવ્યા છે અને પ્રવાસ દસ્તાવેજો માટે દૂતાવાસની સહાયતા સાથે ભારતમાં પાછા મોકલવામાં આવશે.'

આ પણ વાંચો : આજે રાત્રે ભયંકર યુદ્ધ ! પરમાણુ, ગેસ-તેલના ડેપો પર હુમલો કરી શકે છે ઈઝરાયલ, નેતન્યાહુએ બનાવ્યો પ્લાન

અત્યાર સુધીમાં 360 ભારતીયોને બચાવી લેવાયાં

આ ભારતીય નાગરિકોને જરૂરી સહાય પૂરી પાડવા માટે ભારતીય દૂતાવાસના અધિકારીઓની એક ટીમ સિહાનૌકવિલેમાં છે. નિવેદનમાં જણાવાયું છે કે, મિશન આપણાં નાગરિકોને મદદ કરવા અને વહેલીતકે સ્વદેશ પરત ફરવાની સુવિધા આપવા માટે પ્રતિબદ્ધ છે. આ મિશન દ્વારા અત્યાર સુધીમાં 360 થી વધુ ભારતીય નાગરિકોને બચાવીને ભારત પરત મોકલવામાં આવ્યા છે.



ભારતે એડવાઈઝરી જાહેર કરી

આ મામલે ભારતીય દૂતાવાસ તરફથી જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કંબોડિયામાં નોકરી શોધી રહેલા ભારતીયોને સચેત કરવા માટે સલાહ આપી રહી છે કે તેઓ અનધિકૃત એજન્ટોના સકંજામાં ન ફસાય, ભારતીય નાગરિકોને યજમાન સરકાર દ્વારા વિઝા આપવાના ઉદ્દેશ્યના વિરુદ્ધનું કામ કરવાથી સાવધાન કરવામાં આવી રહ્યા છે, જેમ કે પ્રવાસી વિઝા પર હોય ત્યારે રોજગાર મેળવવો.

આ પણ વાંચો : IDFના 15 જવાનોના મોત, ઈઝરાયલે કહ્યું- 'મધ્ય એશિયામાં ગમે ત્યાં હુમલો કરીશું', તો ઈરાને આપી ધમકી




Google NewsGoogle News