મહારાષ્ટ્રના આ ગામના 60 પરિવારો છે કરોડપતિ, ખેતી કરીને ઉજળા બન્યા
આ ગામમાં એક પણ વ્યકિત ગરીબી રેખાની નીચે જીવતો નથી
ગામમાં ૨૫૦ કુવાઓ બારેમાસ પાણીથી ભરેલા રહે છે
અહેમદનગર, 23, ડિસેમ્બર,2023,શનિવાર
મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લાના હિવરે બઝાર નામના ગામમાં જયાં નજર નાખો ત્યાં લીલોતરી જોવા મળે છે. એક સમયે દેવાદાર અને વ્યસનોમાં ડૂબેલા ગ્રામજનો વિકાસનું રોલ મોડેલ બની ગયા છે. આ ગામમાં એક પણ પરિવાર ગરીબી રેખાની અંદર જીવતો નથી. ભારતના ગ્રામીણ ક્ષેત્રમાં ખેતીક્ષેત્રથી લોકો અળગા થઇ રહયા છે ત્યારે હિવરે બઝારના ખેડૂતો ખેતીના વ્યવસાયમાં કરોડોપતિ બન્યા છે. ગામમાં કુલ ૨૬૦ પરિવારો રહે છે જેમાંથી ૬૦ પરીવારો ખેતીની આવક મેળવીને કરોડપતિ બન્યા છે. એક સમયે ગામમાં ૧૬૮ પરિવારો ગરીબી રેખાની નીચે જીવતા હતા જયારે આજે ૧૦૦ થી પણ વધુ પરીવારના લોકોની વાષક આવક ૫ લાખથી માંડીને ૧૦ લાખ સુધીની છે.
હિવરે બઝાર ગામ ભૂગોળની દ્વષ્ટીએ રેઇન શેડો વિસ્તારમાં આવેલું હોવાથી વર્ષે માંડ ૮ થી ૧૦ ઇંચ વરસાદ થાય છે. ગામે પાણીના પ્રત્યેક ટીંપાનો સંગ્રહ કરીને સફળતા મેળવી છે. ગામે પાણીના પ્રત્યેક ટીંપાનો સંગ્રહ કરીને સફળતા મેળવી છે.
આજે હિવરે બઝાર ભારતનું એક માત્ર એવું ગામ છે જયાં પાણીનું પણ ઓડિટ થાય છે. ગામ લોકો એક ટીંપુ પાણીનો બગાડ કરતા નથી આથી ગામની જમીનમાં પાણીના તળ પરંતુ મફતમાં મળે છે તેની કોઇ વેલ્યુ હોતી નથી એવું વિચારીને માત્ર ૩ રુપિયામાં ૫૦૦ લીટર પીવાનું શુદ્ધ પાણી ગામ લોકોને મળે છે. ગામના લોકોને એક ટીંપું પાણીનો પણ બગાડ કરવાની છૂટ મળતી નથી.
ગામમાં ખેતી ફજેતી બનવાથી ચાર દાયકા પહેલા લોકો ગામ છોડીને શહેરોમાં ચાલ્યા ગયા હતા તે હવે ગામમાં પાછા ફરી રહયા છે. એક સમયનું કંગાળ ગામ ભારતનું કરોડોપતિ ગામ બન્યું જે ચમત્કાર રાતો રાત થયો નથી. ગામ લોકોનો પરીશ્રમ, કોઠાસૂઝ અને નિષ્ઠા રંગ લાવી છે. જમીન ધોવાણ અને જળ સંગ્રહની કામગીરીમાં મળેલી સફળતા ગામના વિકાસ માટે ટનગ પોઇન્ટ સાબીત થઇ હતી.૧૯૯૫માં આદર્શ ગામ યોજના હેઠળ વોટર શેડ ડેવલપમેન્ટ હેઠળ અધિકારીઓએ ગામ લોકોને મદદ અને માર્ગદર્શન આપ્યું હતું.
સરકારની ગ્રામલક્ષી યોજનાઓનો પ્રમાણિકતાથી નિયમ મુજબ ગામ લોકો અમલ કરે તો ગામની કાયાપલટ થઇ શકે તેનું જીવંત ઉદાહરણ છે. ગામના વિકાસમાં સરપંચ પોપટરાવ પવારની લીડરશીપનો મોટો ફાળો છે. આ ગામના પોપટરાવ વર્ષો પહેલા વેપાર ધંધા માટે પુના સ્થાઇ થયા હતા.એક વાર તેઓ પોતાના ગામની જમીન જોવા આવ્યા હતા. તેમણે મહિલાઓને પાણીના બેડા માથે ભરીને લાવતી જોઇને દુખી થયા હતા.
પોતે શહેરમાં રહે છે પરંતુ ગામ લોકોની દુદર્શા જોઇને તેમને ગામ માટે કશુંક કરવાનો વિચાર આવ્યો હતો. પાણીના અભાવે પુરતુ ઘાસ ઉંગતું ન હોવાથી પશુઓ અને પશુપાલકોની સ્થિતિ ખૂબજ ખરાબ હતી. સમય જતા તેઓ ગામના લોકોના આગ્રહથી સરપંદ બનવા તૈયાર થયા હતા. પોપટરાવે રાલેગણ સિધ્ધિમાં અન્ના હઝારેની મુલાકાત લીધી હતી. અન્નાએ પોપટરાવને ગામની જનશકિત જગાડવા માટે શ્રમદાન પર ભાર મુકયો હતો.