ન્યૂ યરની ઉજવણી કરીને પરત ફરી રહેલા 6 મિત્રોને કાળ ભરખી ગયો, અકસ્માતમાં કારનું કચ્ચરઘાણ વળી ગયું

ક્રેન દ્વારા ક્ષતિગ્રસ્ત કારમાંથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા

Updated: Jan 1st, 2024


Google NewsGoogle News
ન્યૂ યરની ઉજવણી કરીને પરત ફરી રહેલા 6 મિત્રોને કાળ ભરખી ગયો, અકસ્માતમાં કારનું કચ્ચરઘાણ વળી ગયું 1 - image


Jamshedpur Car Accident : ઝારખંડના જમશેદપુરથી નવા વર્ષના પહેલા જ દિવસે માઠા સમાચાર સામે આવ્યા છે. એક ભયાનક માર્ગ અકસ્માતમાં 6 મિત્રોના એક સાથે મોત થયા છે. આ ઘટના બિષ્ટુપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સર્કિટ હાઉસ વિસ્તારમાં આવેલા ગોલ ચક્કર પાસે બની હતી.

ઝાડ સાથે અથડાઈ કાર પલટી

મળેલા અહેવાલો મુજબ એક પુરપાટ ઝડપથી દોડતી કાર પહેલા ડિવાઈડર સાથે અથડાઈ અને તે પછી ઝાડ સાથે અથડાઈ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 8 લોકોમાંથી  6ના મોત થયા  હતા. સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચી પોલીસે મૃતદેહોને કસ્ટડીમાં લીધા અને પોસ્ટમાર્ટમ માટે મોકલ્યા હતા અને ઘાયલોને બહાર કાઢ્યા હતા. પોલીસ હવે તપાસ કરી રહી છે કે મૃતક યુવકો પાર્ટી કરવા ક્યાં ગયા હતા.

નશાની હાલતમાં ગાડી ચલાવી રહ્યા હતા યુવકો

કહેવામાં આવી રહ્યું છે કે નવા વર્ષની ઉજવણી કરી હોટલથી પરત ફરતી વખતે આ ઘટનાદ બની હતી. અહેવાલો મુજબ કારમાં સવાર તમામ યુવકો નશામાં હતા. આ યુવકો આરઆઈટી પોલીસ સ્ટેશન વિસ્તારના કુલુપ્તાંગાના રહેવાસી હતા.

મૃતદેહને ક્રેન દ્વારા બહાર કાઢવામાં આવ્યા

આ ઘટનામાં ઘાયલ થયેલા એક યુવકના પિતાએ જણાવ્યું કે આ અકસ્માતમાં 6 યુવકોના મોત થયા છે પરંતુ તેમનો પુત્ર ઠીક છે. ક્ષતિગ્રસ્ત કારમાંથી મૃતદેહને ક્રેન દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા.

ન્યૂ યરની ઉજવણી કરીને પરત ફરી રહેલા 6 મિત્રોને કાળ ભરખી ગયો, અકસ્માતમાં કારનું કચ્ચરઘાણ વળી ગયું 2 - image


Google NewsGoogle News