હરિયાણામાં સ્કુલ બસ પલટી જતા 8 બાળકોના મોત, 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત, ડ્રાઈવર નશામાં હતો
School Bus Accident in Haryana: હરિયાણાના મહેન્દ્રગઢમાં એક ભીષણ માર્ગ અકસ્માતમાં આઠ બાળકોના મોત નીપજ્યા છે. ગુરુવારે સવારે એક સ્કૂલ બસ બેકાબૂ થઈને પલટી ગઈ હતી. આ બસમાં લગભગ 35થી 40 બાળકો સવાર હતાં. ઘટના બાદ તેમાંથી 15 બાળકોને ઈજા પહોંચી છે, જેમને નજીકના હોસ્પિટલ ખસેડાયા છે. આ બાળકોમાંથી ગંભીર રીતે એક ઈજાગ્રસ્ત બાળકને વેન્ટિલેટર પર રખાયો હતો. જોકે, થોડા સમય બાદ તેનું પણ મૃત્યુ થયું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર ઘટના મહેન્દ્રગઢ જિલ્લાના કનીના વિસ્તારની છે. ઘટનાનો ભોગ બનનાર બસ એક ખાનગી સ્કૂલની છે. ઘટનામાં લગભગ 15 બાળકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટના કનીબા વિસ્તારના નજીકના કનીના-દાદરી રોડ પર ઘટી હતી.
પોલીસે તપાસ શરૂ કરી, શું ડ્રાઈવર નશામાં હતો?
આ ઘટના બાદ તાત્કાલિક સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિકોનો દાવો છે કે બસ ડ્રાઈવર નશાની હાલતમાં હતો. થોડા સમય બાદ પોલીસ અને તંત્રની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ અને રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ઈજાગ્રસ્ત બાળકોને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. સ્થાનિક લોકોના આરોપ બાદ પોલીસ એ વાતની પણ તપાસ કરી રહી છે કે શું બસ ડ્રાઈવર નશામાં હતો કે કેમ?
સ્કૂલ બસમાં 35થી 40 બાળકો સવાર હતા
મળતી માહિતી અનુસાર ઘટનાનો શિકાર થયેલી બસ ઉન્હાંની ગામની પાસે પલટી છે. આ બસ ખાનગી સ્કૂલની હતી. આજે સરકારી રજા હોવા છતાં સ્કૂલ ચાલુ હતી અને બાળકોને લેવા માટે સ્કૂલમાંથી બસ મોકલવામાં આવી હતી.
એક બાળકે વેન્ટિલેટર પર અંતિમ શ્વાસ લીધા
મળતી જાણકારી અનુસાર ઘટના બાદ સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે ત્યાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું હતું. પાંચ બાળકોના મોત નીપજ્યાં હતાં, જ્યારે એકની હાલત ગંભીર હતી, જે હોસ્પિટલ પહોંચ્યા બાદ વેન્ટિલેટર પર હતો. બાદમાં આ બાળકે પણ અંતિમ શ્વાસ લીધા અને મૃતક બાળકોની સંખ્યા વધીને 6 થઈ ગઈ.