દિલ્હીમાં ચાઈલ્ડ હોસ્પિટલમાં અગ્નિકાંડ બાદ માલિક ફરાર, નવજાત બાળકોનો મૃતકાંક વધીને 7 થયો

Updated: May 26th, 2024


Google NewsGoogle News
દિલ્હીમાં ચાઈલ્ડ હોસ્પિટલમાં અગ્નિકાંડ બાદ માલિક ફરાર, નવજાત બાળકોનો મૃતકાંક વધીને 7 થયો 1 - image


Delhi Fire News | હજુ તો રાજકોટ અગ્નિકાંડ ચર્ચામાં જ છે ત્યાં દિલ્હીથી પણ વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા. અહીં પણ એક ચિલ્ડ્રન હોસ્પિટલમાં ભયંકર આગ લાગી જતાં 7 જેટલાં નવજાત બાળકોના મોતથી હડકંપ મચી ગયો છે. શનિવારે મોડી રાતે અહીં એકાએક આગ ભડકી હતી. 

ક્યારે બની ઘટના? 

માહિતી અનુસાર દિલ્હી ફાયર સર્વિસને લગભગ રાતે સાડા અગ્યાર વાગ્યે ફોન આવ્યો હતો કે એક બેબી કેર સેન્ટરમાં આગ ભડકી છે. આ બેબી કેર સેન્ટર પૂર્વ દિલ્હીમાં વિવેક વિહાર ખાતે આવેલું છે. જાણકારી મળતાં લગભગ 8 જેટલાં ફાયરબ્રિગેડના વાહનો ઘટનાસ્થળે ધસી ગયા હતા. 

12ને બચાવાયા હતા જેમાંથી... 

એક અધિકારીએ ઘટના વિશે જાણકારી આપતાં કહ્યું કે આગની ઘટનાની જાણકારી મળતાં જ ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. બચાવ અને રાહત કામગીરી દરમિયાન લગભગ 12 લોકોને બચાવાયા હતા જેમાં તમામ નવજાત જ બાળકો જ હોવાની માહિતી છે. જોકે સારવાર દરમિયાન જ 7 જેટલાં નવજાત બાળકો મૃત્યુ પામી જતાં પરિવારજનો આઘાત પામી ગયા હતા. અન્ય 5 પણ ગંભીર રીતે દાઝી ગયા હોવાથી હાલ સારવાર હેઠળ છે અને તેમના જીવ બચાવવાના મરણિયા પ્રયાસો થઇ રહ્યા છે. આગ કેમ લાગી હતી તેનું કારણ હજુ સામે આવ્યું નથી. 

ચાઈલ્ડ હોસ્પિટલનો માલિક ફરાર 

હવે આ ઘટના બાદથી ચાઈલ્ડ હોસ્પિટલનો માલિક નવીન ખિચી ફરાર થઇ ગયો છે. દિલ્હી પોલીસ તેને શોધી રહી છે. માહિતી અનુસાર નવીન જયપુરમાં હોઈ શકે છે. આ અંગે ઇનપુટ મળ્યાં બાદ દિલ્હી પોલીસ જયપુર રવાના થઈ હતી. 

દિલ્હીમાં ચાઈલ્ડ હોસ્પિટલમાં અગ્નિકાંડ બાદ માલિક ફરાર, નવજાત બાળકોનો મૃતકાંક વધીને 7 થયો 2 - image


Google NewsGoogle News