સંભલ બાદ હવે પટણામાં 500 વર્ષ જૂનું શિવ મંદિર મળ્યું, લોકોએ કહ્યું - ખાસ ધાતુમાંથી બન્યું
Shiv Temple Found in Patna: ઉત્તર પ્રદેશના સંભલ બાદ બિહારની રાજધાની પટણામાં પણ ખોદકામ દરમિયાન એક ભવ્ય મંદિર મળી આવ્યું છે. જે જગ્યાએ આ મંદિર મળ્યું ત્યાં વર્ષોથી કચરાના ઢગલા હતા. આ મંદિર વિશે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે 15મી સદીનું હોઈ શકે છે. મંદિરમાં એક શિવલિંગ અને બે પગના નિશાન મળી આવ્યા છે. અધિકારીઓ પહોંચે તે પહેલા સ્થાનિક લોકોએ તેનું ખોદકામ કર્યું અને સફાઈ કર્યા બાદ પૂજા શરુ કરી હતી.
અહેવાલો અનુસાર, ખોદકામ બાદ સ્થાનિકએ જણાવ્યું કે મંદિર કોઈ ખાસ ધાતુથી બનેલું છે. મંદિરની દીવાલોમાંથી સતત પાણી ટપકતું રહે છે. સરળ કાળા પથ્થરથી બનેલા મંદિરમાં શિવલિંગ અને પગના નિશાન છે. મંદિરની સફાઈ કર્યા બાદ લોકોએ માટી હટાવવાની કામગીરી ચાલુ કરી હતી.
આ મંદિર 15મી સદીમાં બનાવવામાં આવ્યું
મંદિરમાં પ્રાચીન શિવલિંગ અને પગના નિશાન મળ્યા બાદ તેનું મહત્ત્વ વધુ વધી ગયું છે. જો કે, મંદિર કેટલુ જૂનું છે તે હજુ સુધી ચોક્કસ રીતે ઓળખવામાં આવ્યો નથી. જો કે કેટલાક લોકો દાવો કરી રહ્યા છે કે મંદિર 15મી સદીનું છે. મંદિર પ્રાચીન હોવાથી લોકો તેને જોવા માટે આવે છે. કેટલાક સ્થાનિક લોકોએ અહીં પૂજા કરવાનું પણ શરુ કરી દીધું છે.
સંભલમાં 500 વર્ષ જૂનું મંદિર મળ્યું
ઉલ્લેખનીય છે કે આ પહેલા ઉત્તર પ્રદેશના સંભલમાં પણ એક પ્રાચીન શિવ મંદિર મળ્યું હતું. આ મંદિર છેલ્લા 46 વર્ષથી બંધ હતું. આ મંદિર ડીએમ અને એસપી દ્વારા વીજળી ચોરી બાદ દરોડા દરમિયાન જોવા મળ્યું હતું. આ પછી બંનેએ ગેટ ખોલ્યો અને મંદિરની સફાઈ કરાવી. આ મંદિર જામા મસ્જિદથી માત્ર દોઢ કિમીના અંતરે છે. 1978માં સંભલમાં રમખાણો થયા બાદ મોટાભાગના હિંદુઓ અહીંથી ચાલ્યા ગયા હતા. સપા સાંસદ ઝિયાઉર રહેમાન બર્કનું ઘર મંદિરથી માત્ર 200 મીટર દૂર છે. સ્થાનિક લોકોનો દાવો છે કે મંદિર 400-500 વર્ષ જૂનું છે. મંદિર પાસે એક કૂવો પણ છે.