કર્ણાટકના આ ગામના ૫૦૦ પરીવારો બોલે છે સંસ્કૃત, દેવોની ભાષાના ગુંજતા રહે છે નાદ
મુતુર ગામના અનેક સંસ્કૃત ભાષી યુવાનો આઇટી એન્જિનિયર બન્યા છે
વૈદિક ગણિતમાં પાવરધા બાળકો ગણિત ગણવા કેલ્ક્યૂલેટર વાપરતા નથી
બેંગ્લોર,30 ઓગસ્ટ,2023,બુધવાર
ભારતની પ્રાચિન સંસ્કૃત ભાષા ધાર્મિક ક્રિયાના શ્લોક પુરતી મર્યાદિત બની ગઇ છે ત્યારે કર્ણાટકના બેંગ્લોરથી ૩૦૦ કિમી દૂર તુંગ નદી પાસે આવેલા મુતૂર ગામમાં રહેતા તમામ ૫૦૦ પરીવાર સંસ્કૃત ભાષા બોલે છે. ગામના નાના બાળકો પણ ખેતરમાં શેરીઓમાં રમતા નાના બાળકોને સંસ્કૃત બોલતા જોઇએ ત્યારે જાણે કે કોઇ જુદી જ દુનિયામાં આવી ગયો હોવાનો અનુભવ થાય છે. ગામમાં બહારથી કોઇ વ્યકિત આવે ત્યારે ત્વં કૃત આગચ્છતિ એટલે કે કયાંથી આવો છો એમ બોલે છે. ગામ લોકો સવારે ઉઠીને એક બીજાને ગુડ મોર્નિગના સ્થાને નમો નમ બોલે છે. સંસ્કૃત ભાષા એવી વણાઇ ગઇ છે કે તેમને બીજી ભાષા બોલવી ગમતી પણ નથી.
દરેક લોકો પોતાના ઘરે વેલકમ નહી પરંતુ અતિથિ દેવો ભવ લખે છે. આ ગામના લોકો એક બીજાથી ઝગડતા નથી. કોઇ વ્યસન કરતું નથી કે અપ શબ્દો પણ બોલતા નથી.મુતૂર ગામના અનેક સંસ્કૃત ભાષી યુવાનો આઇટી એન્જિનિયર બન્યા છે એટલું જ નહી મેડિકલ ક્ષેત્રમાં પણ નામના મેળવી છે. સંસ્કૃતમાં વૈદિક ગણિતનો મહાવરો થતો હોવાથી ગણિત ગણવા માટે કેલ્ક્યુલેટરની પણ જરૃર પડતી નથી. મતૂર ગામમાં અનેક વિદેશીઓ સંસ્કૃત ભાષા શિખવા માટે આવે છે. આ ગામના બધા જ યુવાનો ધોરણ ૧ થી શરૃ કરીને ૮ માં ધોરણ સુધી ફરજીયાત સંસ્કૃત ભાષા શિખે છે.
૧૯૮૦ના દશકમાં મુતૂર ગામના લોકો કન્નડ ભાષા બોલતા હતા પરંતુ બાજુમાં આવેલા પેજાવર મઠના પુજારીએ ગામના લોકોને સંસ્કૃત બોલવાની પ્રેરણા આપી હતી. આ ગામમાં સંકેથી નામનો બ્રાહ્મણ સમુદાય રહે છે. જે સદીઓ પહેલા કેરલથી આવીને મુતૂર આવીને વસ્યો હતો. તેઓ કન્નડ, તમિલ,મલયાલમ અને તેલુગુને મળતી આવતી ભાષા પણ જાણે છે પરંતુ તેને લિપિ નથી. નવાઇની વાત તો એ છે કે માત્ર સંકેથી સમુદાય જ નહી ગામના પછાત સમુદાયના લોકો પણ સંસ્કૃત બોલે છે. મતુર ગામના લોકો માને છે કે યુરોપના દરેક દેશના લોકો પોતાની પ્રાચિન ભાષા બોલતો આપણે પણ આપણી સંસ્કૃત ભાષો બોલવી જોઇએ.મતૂર ઉપરાંત મધ્યપ્રદેશનું ઝીરી ગામ પણ સંસ્કૃત ભાષા બોલે છે.