કેન્દ્રીય અર્ધલશ્કરી દળના જવાનોને ભેટ, CAPF કેન્ટીનના સામાન પર મળશે 50 ટકા GST છૂટ

Updated: Mar 11th, 2024


Google NewsGoogle News
કેન્દ્રીય અર્ધલશ્કરી દળના જવાનોને ભેટ, CAPF કેન્ટીનના સામાન પર મળશે 50 ટકા GST છૂટ 1 - image


CAPF Canteen: કેન્દ્રીય અર્ધલશ્કરી દળોના 11 લાખ જવાનો માટે ગૃહ મંત્રાલયે મહત્ત્વની જાહેરાત કરી છે. હવે CAPF કેન્ટીન એટલે કે કેન્દ્રીય પોલીસ કલ્યાણ ભંડાર (KPKB) પર ઉપલબ્ધ ઉત્પાદનો પર 50 ટકા જીએલટી છૂટ આપવામાં આવશે. જે પહેલી એપ્રિલ 2024થી લાગુ થશે. ગૃહ મંત્રાલય દ્વારા સોમવારે આ સંબંધમાં એક ઓફિસ મેમોરેન્ડમ જાહેર કરવામા આવ્યું છે.

50 ટકા જીએલટી છૂટની લાંબા સમયથી રાહ જોવાતી

કોન્ફેડરેશન ઓફ એક્સ પેરામિલિટરી ફોર્સિસ માર્ટિયરલ વેલફેયર એસોસિએશન લાંબા સમયથી આ છૂટ માટે અવાજ ઉઠાવી રહ્યું હતું. આ માટે એસોસિએશને ઘણાં કેન્દ્રીય મંત્રીઓને મેમોરેન્ડમ પણ સુપરત કર્યા હતા. આ માંગ પીએમઓ સાથે પત્રવ્યવહાર દ્વારા ઉઠાવવામાં આવી હતી. બજેટ સત્ર પહેલા એસોસિએશને કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણને વચગાળાના બજેટમાં સીએપીએફ કેન્ટીન ઉત્પાદનો પર 50 ટકા જીએસટી છૂટની જાહેરાત કરવા ભલામણ કરી હતી. એસોસિએશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સીપીસી કેન્ટીન પર જીએસટી ટેક્સને કારણે 20 લાખ અર્ધલશ્કરી પરિવારોના ઘરના બજેટને અસર થાય છે. આવી સ્થિતિમાં આર્મી કેન્ટીનની જેમ સીએપીએફ કેન્ટીનમાં ઉપલબ્ધ ઉત્પાદનો પર જીએસટીમાં 50 ટકા છૂટ આપવી જોઈએ'

દેશભરના 119 માસ્ટર કેન્ટીન અને 1778  સીપીસી કેન્ટીન 

એસોસિએશનના અધ્યક્ષ અને પૂર્વ એડીજી એચ.આર. સિંહ અને જનરલ સેક્રેટરી રણબીર સિંહના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય અર્ધલશ્કરી દળોના સૈનિકો અને તેમના પરિવારો માટે 26 સપ્ટેમ્બર 2006ના રોજ સેન્ટ્રલ પોલીસ કેન્ટીન (સીપીસી)ની સ્થાપના કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ સૈનિકોને બજાર કિંમત કરતાં સસ્તી કિંમતે ઘરવપરાશની વસ્તુઓ પૂરી પાડવાનો હતો. સીપીસી કેન્ટીન અસ્તિત્વમાં આવી તે પહેલા, સુરક્ષા દળોના એકમો દ્વારા ઘરેલું ઉપયોગ માટેની વસ્તુઓ આર્મીની સીએસડી કેન્ટીનમાંથી ખરીદવામાં આવતી હતી. દેશભરના વિવિધ રાજ્યોમાં અંદાજે 119 માસ્ટર કેન્ટીન અને 1778 CPC કેન્ટીન છે. જો સીપીસી કેન્ટીનમાં ઉપલબ્ધ વસ્તુઓ ક્યાંકથી જથ્થાબંધ ભાવે ખરીદવામાં આવે છે, તો કેન્ટીન અને બજારના દરમાં કોઈ તફાવત નથી.


Google NewsGoogle News