Get The App

રેલવે મુસાફરોને રાહત, ચૂંટણી પહેલા પેસેન્જર ટ્રેનના ટિકિટના ભાડામાં 50% ઘટાડો

ભારતીય રેલવેએ કોવિડ દરમિયાન ટ્રેનના ભાડામાં વધારો કર્યો હતો

મુસાફરોને રાહત આપતાં 27 ફેબ્રુઆરીથી રેલવેએ પેસેન્જર ટ્રેનો પર ફરી સેકન્ડ ક્લાસનું ભાડું લાગુ કરવામાં આવ્યું છે

Updated: Feb 28th, 2024


Google NewsGoogle News
રેલવે મુસાફરોને રાહત, ચૂંટણી પહેલા પેસેન્જર ટ્રેનના ટિકિટના ભાડામાં 50% ઘટાડો 1 - image


Indian Railway Cut Fare:  લોકસભા ચૂંટણી પહેલા રેલવે મુસાફરોને રેલવેએ ખુશખબરી આપી છે. રેલવેએ (Indian Railway) મુસાફરોને રાહત આપતાં રેલવેના ભાડાને કોવિડ પહેલા જે ભાડા હતાં તે લેવાનો નિર્ણય કર્યો છે. રેલવે મુસાફરોને રાહત આપતાં ભારતીય રેલવેએ પેસેન્જર્સ ટ્રેનના ભાડામાં 50 ટકા સુધી ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. તેનો સૌથી વધુ ફાયદો પેસેન્જર ટ્રેનમાં રોજ મુસાફરી કરતાં યાત્રાળુઓને આ લાભ મળશે. રેલવેએ ટિકિટની કિમતને કોવિડના સમયે ટ્રેન ટિકિટ દરોમાં વધારો કર્યો હતો. જેથી ભીડને નિયંત્રણમાં કરી શકાય. પરંતુ કોવિડ પહેલા વધારેલા ભાવ ઘટાડીને પહેલાના ભાવ લાગુ કરવામાં આવશે. ભારતીય રેલવેના આ નિર્ણયથી ટ્રેનના ભાડા લગભગ અડધા થઈ જશે. 

મુસાફરો પેસેન્જર ટ્રેનના બદલે ચૂકવી રહ્યા હતા એક્સેપ્રેસનું ભાડું

રિપોર્ટ પ્રમાણે રેલવેએ દરેક એમઈએનયૂ (MENU) ટ્રેનોના ભાડાંમાં 50 ટકાનો ઘટાડો કર્યો છે. કોવિડ મહામારી દરમિયાન રેલવે મુસાફરોની ભીડને ઓછી કરવા યાત્રી ટ્રેનો રદ્દ કરી દેવામાં આવી હતી. લોકડાઉન પૂરુ થયા પછી રેલવેએ પેસેન્જર ટ્રેનોને કેટેગરીવાઈઝ એક્સેપ્રેસ ટ્રેનોના ભાડા જોડી દેવામાં આવ્યા હતા. એટલે કે લોકોને પેસેન્જર ટ્રેનમાં મુસાફરી કરતા હતા અને ભાડું એક્સપ્રેસનું ચૂકવતાં હતા. જેનું સૌથી વધારે નુકસાન રોજ મુસાફરી કરનારને થતું હતું. પરંતુ હવે મુસાફરોને રાહત આપતાં રેલવે દ્વારા 27 ફેબ્રુઆરીથી પેસેન્જર ટ્રેનો પર ફરી સેકન્ડ ક્લાસનું ભાડું વસુલવામાં આવશે. રેલવેએ દરેક મેનૂ ટ્રેનો અને જીરોથી શરુ થતી ટ્રેનોના ભાડામાં લગભગ 50 ટકાનો ઘટાડો કર્યો છે. રેલવેએ અનરિઝર્વ્ડ ટિકિટ સિસ્ટમ એપમાં પણ ભાડા અંગેના નવા ફેરફારમાં પણ સુધારો કર્યો છે.

કોવિડ દરમિયાન વધી હતી ટ્રેન ટિકિટ

ભારતીય રેલવેએ કોવિડ દરમિયાન ટ્રેનના ભાડામાં વધારો કર્યો હતો. ટ્રેનોમાં ભીડ ઓછી કરવા માટે મુસાફરો પાસેથી એક્સપ્રેસનું ભાડું વસુલવામાં આવતું હતું. પેસેન્જર ટ્રેનોમાં સફર કરતાં મુસાફરોને પણ એક્સપ્રેસ ટ્રેનનું ભાડું આપવું પડતું હતું. પરંતુ હવે રેલવેના આ નિર્ણયથી રોજ મુસાફરી કરતાં લોકોને ફાયદો થશે. 



Google NewsGoogle News