mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

50 કરોડ તો મામૂલી રકમ છે, પાર્થ ચેટરજી છે અખૂટ સંપત્તિના માલિક, આ રહ્યુ લિસ્ટ

Updated: Jul 29th, 2022

50 કરોડ તો મામૂલી રકમ છે, પાર્થ ચેટરજી છે અખૂટ સંપત્તિના માલિક, આ રહ્યુ લિસ્ટ 1 - image

નવી દિલ્હી,તા.29 જુલાઈ 2022,શુક્રવાર

પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડમાં ખરડાયેલા મંત્રી પાર્થ ચેટરજીની મંત્રી મંડળની સાથે સાથે પાર્ટીમાંથી પણ હકાલપટ્ટી થઈ છે.

પાર્થ ચેટરજીની નજીકની ગણાતી એક્ટ્રેસ અર્પિતા મુખરજીના બે ઘરો પર પડેલી રેડમાં 50 કરોડ રુપિયા મળી આવ્યા બાદ આખા દેશમાં આ મુદ્દો ચર્ચાનો વિષય છે.જોકે ઈડીની નજીકના સૂત્રોનુ કહેવુ છે કે, પાર્થ ચેટરજી  માટે 50 કરોડ રુપિયા મામૂલી છે.તેમની પાસે કરોડો રુપિયાની સંપત્તિ છે.જેમ કે પાર્થ ચેટરજી પાસે રાજ્યમાં એક જગ્યાએ 45 કરોડની જમીન છે.તેમની પત્નીના નામે જે સ્કૂલ છે તેની જ કિંમત 50 કરોડ હોવાનુ મનાય છે.કોલકાતામાં પણ હોસ્પિટલ બનાવવા માટે તેમણે કરોડોની જમીન ખરીદી છે.અન્ય એક સ્થળે 25 વીઘા જમીન તેમની પાસે છે.

સંપત્તિનુ લિસ્ટ આ પ્રકારે છે.

- ન્યૂ રોયલ બંગાળ રિસોર્ટ

- ગોસાબામાં એક રિસોર્ટ

- બીરપુરમાં એક ફાર્મહાઉસ

- બંટાલામાં 10 વીઘા જમીન

- ઝારખંડમાં 24 એકર જમીન

- બર્ધમાનમાં ખાણકામ માટે ડમ્પર

- કિયા સેઠ પાર્લર અને ગારમેન્ટ ચેઇનમાં રોકાણ

- કસ્બા રથ તાલામાં ઇચે

- એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડનુ આખુ બિલ્ડિંગ

- કોલકાતાના નાકટલામાં એક ઘર

- બોલપુરમાં 9 ઘર

- આ સિવાય શાંતિનિકેતનમાં 4 હજાર ચોરસ ફૂટનો અલગ ફ્લોર

- ડાયમંડ સિટીમાં 4 ફ્લેટ

- બાલગેરિયા ક્લબ ટાઉનમાં 2 ફ્લેટ,

- બ્રહ્મનગરમાં એક ફ્લેટ,

- ન્યુ ટાઉનમાં 2 ફ્લેટ

- સોનારપુરમાં એક ઘર

- જંગીપરામાં મહેલ જેવું આલિશાન ઘર

- પિંગલામાં આશરે 45 કરોડની જમીન

- પત્નીના નામે 50 કરોડની શાળા

- કોલકાતા સ્ટેશન પાસે હોસ્પિટલ માટે 17 કટ્ટા જમીન

- બેગમપુરમાં 25 વીઘા જમીન

- સિંગુરમાં એક ફાર્મહાઉસ

- દક્ષિણ 24 પરગણામાં એક ગેસ્ટહાઉસ

ઉલ્લેખનીય છે કે, બંગાળમાં જ્યારે શિક્ષકોની ભરતીનુ કૌભાંડ થયુ ત્યારે ચેટરજી શિક્ષણ મંત્રી હતા.ઈડી દ્વારા આ ગોટાળાની હાલમાં તપાસ કરવમાં આવી રહી છે અને તેના પગલે અર્પિતા ચેટરજીના ફ્લેટ પર દરોડા પાડવામાં આવ્યા છે.

Gujarat