Get The App

5 વર્ષની બાળકી સાથે બર્બરતા: પહેલા બળાત્કાર ગુજાર્યો અને બાદમાં મર્ડર

Updated: Mar 28th, 2024


Google NewsGoogle News
5 વર્ષની બાળકી સાથે બર્બરતા: પહેલા બળાત્કાર ગુજાર્યો અને બાદમાં મર્ડર 1 - image


દિલ્હીના બવાના વિસ્તારમાં એક શરમજનક ઘટનાએ સમગ્ર માનવતાને શરમમાં મૂકી દીધી છે. રેપ જેવી ઘટનાઓ દિવસેને દિવસે વધતી જઇ રહી છે, ત્યારે આ હેવાનો નાની બાળકીઓને પણ પોતાનો શિકાર બનાવી રહ્યાં છે અને માનવતાને શર્મશાર કરી રહ્યાં છે. 

મળતી માહિતી મુજબ, આ ઘટના 24 માર્ચની છે.માત્ર  5 વર્ષની માસૂમ બાળકી સાથે રેપ બાદ તેની હત્યા કરવામા આવી હતી. આ ઘટના બાદ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. 

મામલો દિલ્હીના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારનો છે. પોલીસે રેપ અને હત્યાના આરોપીની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, આરોપીએ બાળકીને ભગાડી અને પોતાની સાથે લઈ ગયો. જે બાદ આરોપીએ બાળકી પર બળાત્કાર ગુજાર્યો અને પછી તેની હત્યા કરી અને તેની લાશને ફેક્ટરીમાં છુપાવી દીધી હતી.

CCTV  મા કેદ થઇ સમગ્ર ઘટના

આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો હતો. સીસીટીવી જોયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન પોલીસે જણાવ્યું કે બળાત્કાર બાદ આરોપીએ લાશને ફેક્ટરીમાં છુપાવી દીધી હતી.


Google NewsGoogle News