આ નવું સ્ટાર્ટઅપ જોયું! સરનામું પૂછવાનો અને ત્યાં સુધી પહોંચાડવાનો ભાવ પણ જણાવ્યો
એડ્રેસ પુછવાના 5 રુપિયા અને એડ્રેસ પર પહોચાડવાના 10 રુપિયા, ભારતમાં શરુ થયુ નવુ સ્ટાર્ટઅપ
Image Twitter |
તા. 19 માર્ચ 2023, રવિવાર
સોશિયલ મીડિયા પર આજકાલ નવા નવા કન્ટેન્ટ વાઈરલ થતાં જોવા મળે છે. ક્યારેક કોઈ વીડિયો લોકોને હેરાન કરી મુકે છે તો કોઈ વીડિયો ચર્ચોનો વિષય બની જાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલ ફોટો ચર્ચાનો મુદ્દો બન્યો છે. જેમા એક વ્યક્તિએ નવો ટ્રેન્ડ અપનાવ્યો છે. તેણે લોકોને સરનામું પુછવા પર 5 રુપિયા અને તેમના એડ્રેસ પર પહોચાડવાના 10 રુપિયા ચાર્જ કરવાનું બોર્ડ માર્યુ છે. પરંતુ આટલા મોટા વિશાળ દેશમાં કોઈને અજાણ્યા સ્થળે જવાનુ હોય તો સ્વાભાવિક છે કે કોઈ રાહદારીને એડ્રેસ પુછવામાં આવતું હોય છે. આવું તો તમારી પાસે પણ ક્યારેક બન્યુ હશે. જોકે તમને કોઈએ એડ્રેસ પુછ્યુ હોય તો તમે ક્યારેય પૈસા નહી લીધા હોય.
હાલમાં તે સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થયો
જો કે કોઈ આપણને સરનામુ પુછે તો તેને યોગ્ય રીતે જેતે એડ્રેસ પર પહાચાડવો એ એક સમાજ સેવા છે. અને આવું દરેક લોકો પાસે બને છે. પરંતુ તાજેતરમાં જ એક ભાઈને ત્યા લોકોને એડ્રેસ પુછવાના અને એડ્રેસ પર પહોચાડવાના રુપિયા લેવાનુ બોર્ડ મારેલું જોવા મળ્યુ છે. સાંભળવામાં થોડુ અજુગતુ લાગશે પણ વાત સાચી છે અને હાલમાં તે સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે. આ ફોટોએ સાબિત કરી દીધુ કે જો તમારામા વિશ્વાસ હોય તો તમે કાઈ પણ કરી શકો છો.
લોકો જાતભાતની કોમેન્ટ કરી રહ્યા છે...
આ તસ્વીર જોત જોતમા વાઈરલ થઈ ગઈ હતી. આ ફોટો પર લોકો વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. જેમા એક યુજર્સે લખ્યુ છે કે કોઈ બેરોજગાર ભી નહી બોલેગા ઓર વેલે ભી રહેગે. તો એક યુજર્સે લખ્યુ છે કે, જોરદાર ડીલ છે ઓલા વાળો તો 300 રુપિયા લઈ રહ્યો છે. તો બીજા એક યુજર્સે લખ્યુ છે કે 10 રુપિયા આતો ઓટો વાળાથી પણ સસ્તો છે. આવી રીતે અનેક લોકો પોતાની કોમેન્ટ આપી રહ્યા છે.