આજથી પેકિંગ અને લેબલવાળા લોટ, પનીર, દહીં પર પાંચ ટકા જીએસટી ચુકવવો પડશે
રૃ. ૫૦૦૦ દૈનિક ભાડું ધરાવતા હોસ્પિટલના રૃમ પર પાંચ ટકા જીએસટી
ગયા મહિને મળેલ જીએસટી કાઉન્સિલંગની બેઠકમાં કેટલીક વસ્તુઓના જીએસટીના દરમાં ફેરફાર કરાયા હતાં
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૭
ગ્રાહકોને આવતીકાલથી ઘંઉના લોટ, પનીર અને દંહી
જેવા પ્રિ પેક્ડ અને લેબલવાળી ખાદ્ય વસ્તુઓ
પર પાંચ ટકા જીએસટી ચૂકવવો પડશે. આ ઉપરાંત આવતીકાલથી પાંચ હજાર રૃપિયાથી
વધુ દૈનિક ભાડું ધરાવતા હોસ્પિટલના રૃમ માટે પણ પાંચ ટકા જીએસટી ચુકવવોે પડશે.
ઉલ્લેખનીય છે કે આવતીકાલથી જીએસટી કાઉન્સિલ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનો અમલ
શરૃ થઇ જશે.
આ ઉપરાંત દૈનિક ૧૦૦૦ રૃપિયા સુધીનું ભાડું ધરાવતા હોટેલના
રૃમ, એટલાસ
સહિતના નકશા, ચાર્ટ પર
૧૨ ટકા જીએસટી અને બેંક દ્વારા ચેકબુક ઇશ્યુ કરવા પર ૧૮ ટકા જીએસટી વસૂલ કરવામાં
આવશે.
ઉલ્લેખનાીય છે કે કે ગયા મહિને કેન્દ્રીય નાણા પ્રધાન
નિર્મલા સિતારમન અને રાજ્યોના નાણા પ્રધાનોની મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં
જીએસટીના સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યા હતાં.
આવતીકાલથી પ્રિન્ટિંગ,
રાઇટિંગ અને ડ્રોઇંગ ઇંક,
કટિંગ બ્લેડ વાળી છરી,
પેપર થલિ, પન્સિલ
શાર્પનર, એલઇડી
લેમ્પ, ડ્રોઇંગ
અને માર્કિંગ ઇન્સ્ટ્રુમેન્ટ પરનો જીએસટી વધીને ૧૮ ટકા થઇ જશે. જે અત્યાર સુધી ૧૨
ટકા હતો.
આવતીકાલથી સોલર વોટર હીટર પરનો જીએસટી પણ પાંચ ટકાથી વધીને
૧૨ ટકા થઇ જશે. રોડ, બ્રિજ, રેલવે, મેટ્રોના વર્ક કોન્ટ્રાક્ટ જેવી સેવાઓનો પરનો જીએસટી ૧૨
ટકાથી વધીને ૧૮ ટકા થઇ જશે.
આ ઉપરાંત આવતીકાલથી આરબીઆઇ, ઇરડા અને સેબી જેવા રેગ્યુલેટર દ્વારા આપવામાં આવતી સેવાઓ
પર ૧૮ ટકા જીએસટી વસૂલ કરવામાં આવે છે.