Get The App

ક્રાઇમ કેપિટલ: દેશની રાજધાનીમાં દુષ્કર્મની દરરોજ 5 ઘટના, છેલ્લા એક મહિનાના આંકડા જાણી ચોંકી જશો

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
ક્રાઇમ કેપિટલ: દેશની રાજધાનીમાં દુષ્કર્મની દરરોજ 5 ઘટના, છેલ્લા એક મહિનાના આંકડા જાણી ચોંકી જશો 1 - image


Image: Freepik

Crime Capital: દેશની રાજધાનીમાં દરરોજ દુષ્કર્મની લગભગ પાંચ ઘટનાઓ બને છે. દરરોજ 115 વાહન ચોરી થાય છે. આ સિવાય લૂંટની દરરોજ લગભગ ચાર ઘટનાઓ ઘટે છે. ગુનાનો આ ડેટા એક જુલાઈથી લાગુ કરવામાં આવેલા નવા કાયદા બાદ પહેલા મહિનાનો એટલે કે જુલાઈનો છે. હવે કોઈ પણ પ્રકારની ઘટના હોય ખાસ કરીને લૂંટની ઘટનાઓ કરનાર વિરુદ્ધ પોલીસ સંગઠિત થઈને ગુનો કરનાર ઉપર બીએનએસની કલમ 111 લાગુ કરી રહી છે. આ કલમમાં લૂંટ કરનારને ચાર વર્ષથી વધુની સજા થાય છે.

દિલ્હી પોલીસ હેડક્વાર્ટરથી મળેલા જુલાઈ મહિનાના આંકડા અનુસાર ગંભીર ગુનાની શ્રેણીમાં એક જુલાઈથી લઈને 31 જુલાઈ સુધી સૌથી વધુ દુષ્કર્મની ઘટનાઓ ઘટી છે. જુલાઈ મહિનામાં દુષ્કર્મની કુલ 149 ઘટનાઓ ઘટી છે. બીજો નંબર લૂંટની ઘટનાઓનો છે. જુલાઈ મહિનામાં કુલ લૂંટની 104 ઘટના ઘટી છે.

અજઘન્ય (નાના-નાના ગુના) ઘટનાઓમાં સૌથી વધુ અન્ય ચોરીની 9829 ઘટનાઓ થઈ છે. તે બાદ વાહન ચોરીની 3589 ઘટનાઓ થઈ છે. એટલે કે દિલ્હીમાં દરરોજ 115 વાહનની ચોરી થાય છે. લૂંટની દરરોજ 15 ઘટનાઓ ઘટે છે.

સંગઠિત થઈને ગુનો કરવાની કલમ લગાવવામાં આવે છે

એક જુલાઈથી નવો કાયદો લાગુ થયા બાદ દિલ્હી પોલીસ સંગઠિત થઈને ગુનો કરવાની કલમ 11 (આઇપીસીમાં મકોકા) લગાવી રહી છે. જે ઘટનામાં બે કે તેના કરતાં વધુ આરોપી હશે અને તેમના વિરુદ્ધ પહેલેથી કેસ નોંધાયેલો હશે તેવા લોકો વિરુદ્ધ પોલીસ સંગઠિત થઈને ગુનો કરવાની કલમ લગાવી રહી છે. આમાં ચાર વર્ષ સુધીની સજા અને દંડની જોગવાઈ છે. તેનાથી ગુનેગારો વચ્ચે ડર પેદા થવા લાગ્યો છે.

દિલ્હીમાં ગુના 01.07.2024 થી 31.07.2024

જઘન્ય

હત્યા - 36

હત્યા માટે પ્રયત્ન - 70

લૂંટ - 104

હુલ્લડ - 0

બાળ તસ્કરી - 0

દુષ્કર્મ- 149

સંપૂર્ણ જઘન્ય - 362

બિન જઘન્ય ગુના

સંગઠિત ગુના - 30

આતંકવાદી કૃત્ય - 0

બળજબરીપૂર્વક વસૂલી - 18

છીનવવું- 493

ઈજા પહોંચાડવી- 82

ઘરફોડ ચોરી - 854

વાહન ચોરી- 3589

ઘરમાં ચોરી - 2129

અન્ય ચોરી - 9829

મહિલાઓ સાથે છેડતી - 180

ઇવ ટીઝિંગ - 34

અપહરણ- 543

ઘાતક દુર્ઘટના- 100

સાધારણ દુર્ઘટના- 330

અન્ય આઇપીસી/બીએનએસ- 3933

બિન જઘન્ય - 22129

ડીપી ઍક્ટ હેઠળ કુલ 817 કેસ

આ સિવાય દિલ્હી પોલીસે દિલ્હી પોલીસ ઍક્ટ(ડીપી ઍક્ટ)ની કુલ 817 એફઆઇઆર નોંધી છે. જેમાં સૌથી વધુ એક્સાઇઝ ઍક્ટની 287 એફઆઇઆર થઈ છે.  


Google NewsGoogle News