દેશના નવ લાખ બેંક કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ, બેંકોમાં શનિ-રવિની રજાનો નિયમ જૂનથી લાગુ થવાની સંભાવના
બેંક કર્મચારીઓ માટે 5 દિવસ કામકાજનું વીક અને 15 ટકા પગાર વધારો જૂન 2024થી લાગુ થવાની સંભાવના રહેલી છે.
Image Envato |
સરકારી અને જૂની પ્રાઈવેટ બેંકો તેમના કર્મચારીઓ માટે લગભગ 15 ટકા પગાર વધારો કરવાની વાતચીત કરી રહી છે. આ સાથે થોડા દિવસોમાં અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરવાનો નિયમ પણ લાગુ કરવાનો વિચાર કરી રહ્યા છે. 5- દિવસનું કાર્યકારી સપ્તાહ એ માંગ છે, બેંકોના કર્મચારીઓ લાંબા સમયથી કરી રહ્યા હતાં. ટીઓઆઈ મુજબ સરકાર આ વર્ષે બેંક કર્મચારીઓને 5 દિવસના કામકાજના વીકની લાંબા સમયથી માંગણી ચાલી રહી હતી, તેને મંજૂરી મળી શકે તેમ છે. આ દરખાસ્ત પર નાણા મંત્રાલયની મંજૂરી બાદ તેને મંજૂરી મળી શકે છે. બેંક કર્મચારીઓ માટે 5 દિવસ કામકાજનું વીક અને 15 ટકા પગાર વધારો જૂન 2024થી લાગુ થવાની સંભાવના રહેલી છે.
નાણા મંત્રીએ ઉઠ્યા આ મુદ્દા
એક રિપોર્ટ મુજબ બેંક કર્મચારી યુનિયનો સાથે ગઠબંધન યૂનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના નાણા મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને બેંકિંગ સેક્ટર માટે 5 દિવસ વર્કિંગ વિક લાગુ કરવાની રજૂઆત કરવામાં આવી હતી.
જો કે હાલમાં બેંક બીજો અને ચોથો શનિવાર બંધ રહે છે. 2015થી બેંક યુનિયનોએ દરેક શનિવારની બેંકોમાં રજા જાહેર કરવાની માંગ શરુ કરી હતી. 2015માં થયેલા દ્વિપક્ષીય કરાર હેઠળ, આરબીઆઈ અને સરકાર બીજા અને ચોથા શનિવાર રજા આપવા માટે સહમત થયા હતા.
9 લાખ કર્મચારીઓેને થશે ફાયદો
જો કેન્દ્ર સરકાર મંજૂરી આપે તો, દરેક સરકારી અને કેટલાક જૂના ખાનગી બેંકોના તમામ કર્મચારીઓને પગાર વધારાનો લાભ મળશે. જેમા ખાનગી બેંકોના 3.8 લાખ અધિકારીઓ સહિત લગભગ 9 લાખ કર્મચારીઓને તેનો લાભ મળશે. આ બાબતે સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે 7 ડિસેમ્બર 2023ની વાતચીત બાદ IBA અને બેંક કર્મચારી યુનિયનો દ્વારા કરવામાં આવેલ MOU માં કુલ 180 દિવસોની અંદર પગારમાં ફેરફાર કરવાની વાત થઈ રહી છે.